સુરત-

મહિલા પીએસઆઇના મોત મામલે નવો ખુલાસો સામે આવ્યો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આપઘાત દરમિયાન નણંદ સાથે વાતચીત ચાલુ હતી. સાસરિયાઓ દ્વારા નોકરીમાંથી રાજીનામુ આપવા દબાણ કરાતું હતું. રાજીનામુ નહીં આપે તો પુત્રને નહીં મોકલવાની ધમકી આપી હતી. પોલીસે જ્યારે પી.એસ.આઇ જોશીનો ફોન તપાસ કર્યો, ત્યારે આ સમગ્ર હકીકત બહાર આવી હતી. હાલ હકીકતના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, જો પીએસઆઇ જોશીના સાસરિયાઓ કસૂરવાર હશે તો તેમના વિરોધ ગુનો નોંધવાની પણ તજવીજ હાથ ધરવામાં આવશે. PSI અનિતા પતિ, પુત્ર અને સાસુ સાથે ફાલસાવાડી પોલીસ ક્વાર્ટરમાં રહેતા હતા. વર્ષ 2013માં પરીક્ષા પાસ કર્યા બાદ કોન્સ્ટેબલમાંથી પીએસઆઈ બન્યા હતા. મૂળ અમરેલીના વતની અનિતા જોશીનું દોઢ વર્ષ પહેલા સુરત કંટ્રોલમાં પોસ્ટિંગ થયું હતું, ત્યાર બાદ ઉધના પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ થયું હતું. તેમના આપઘાત બાદ રવિવારે તેઓને ગાર્ડ ઓફ ઑનર આપવામાં આવ્યું હતું. જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત તમામ પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા અને અશ્રૃભીંની આંખે તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા. સુરતમાં મહિલા પીએસઆઇના મોત મામલે નવો ખુલાસો સામે આવ્યો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આપઘાત દરમિયાન નણંદ સાથે વાતચીત ચાલુ હતી. સાસરિયાઓ દ્વારા નોકરીમાંથી રાજીનામુ આપવા દબાણ કરાતું હતું. રાજીનામુ નહીં આપે તો પુત્રને નહીં મોકલવાની ધમકી આપી હતી.