સરદાર વિનય વિદ્યાલય ખાતે પ્રશ્નપત્રોનો નાશ કરાયો
06, ફેબ્રુઆરી 2023

વડોદરા, તા. ૬

ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળનું જુનિયર કલાર્કનું પેપર લીક થતા સત્તરથી વધુ લોકોની ઘરપકડ કર્યા બાદ આજે અધિકારીઓની હાજરીમાં કારેલીબાગ ખાતે આવેલ સરદાર વિનય વિદ્યાલય ખાતે કટરની મદદથી હજારોની સંખ્યામાં પ્રશ્નપત્રો નાશ કરવામાં આવ્યા હતા.

ગત તા. ૨૯મી જાન્યુઆરી નારોજ ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળનું જુનિયર કલાર્કનું પેપર લીક થઈ જતા નવ લાખ જેટલા પરીક્ષાર્થીઓમાં નારાજગી જાેવા મળી હતી. આ પેપર લીક અગાઉ ૧૬ જેટલા સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટી ગયા હોવાથી અનેક વિદ્યાર્થીઓના સપના ચકનાચૂર થયા હતા. સતત પેપર લીક થવાના કારણે ગુજરાત એટીએસ વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને કાંડમાં સંડોવાયેલા શહેરના સ્ટેકવાીસ ટેકનોલોજીસ કલાસના સંચાલક ભાસ્કર ચૌધરી સાથે સત્તરથી વધુ લોકોની ધરપકડ કરી હતી.જ્યારે આજે કારેલીબાગ ખાતે આવેલ સરદાર વિનય વિદ્યાલય શાળામાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ સીસીટીવીની નજર હેઠળ પેપરના જથ્થાનો કટર વડે નાશ કરવામાં આવ્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution