દિલ્હી-

ભારતમાં ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ મૂકાયા બાદ ગયા અઠવાડિયે ચીને પ્રશ્નો ઉભા કર્યા હતા. ચીને કહ્યું કે આ એપ્સ પર પ્રતિબંધ લગાવવા પાછળના કારણો શું  છે?

સરકારના ઉચ્ચ સ્તરના અધિરારીએ જણાવ્યું હતુ કે ચીને બંને પક્ષો વચ્ચેની રાજદ્વારી બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમને સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે ભારત સુરક્ષાના મુદ્દા પર સંપૂર્ણ રીતે કામ કરી રહ્યું છે. ભારત તેના નાગરિકોના ડેટા પર કોઈ સમાધાન કરી શકશે નહીં, અને કોઈપણ પ્રકારના કરારની મંજૂરી આપી શકશે નહીં.

સૂત્રોએ જણાવ્યું હતું કે ચીની પક્ષે આ મુદ્દો ખૂબ જ જોરથી ઉઠાવ્યો હતો, પરંતુ ભારતીય પક્ષે આ મુદ્દે કરેલો જવાબ તેમને શાંત પાડયુ હતું. ચીન દ્વારા ભારતની સરહદનું અતિક્રમણ હોવાથી ભારત આ મુદ્દાને રાજદ્વારી અને અન્ય રીતે સંભાળી રહ્યો છે. ટિકટોક સહિતની ઘણી લોકપ્રિય એપ્લિકેશનના પ્રતિબંધના કારણે ચીનને મોટો ઝટકો લાગ્યો છે, ભારત સરકારે 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ બધી આવી એપ્લિકેશનો છે, જેની માલિકી ચીની કંપનીઓ દ્વારા છે.