ડભોઇમાં ટીંબી ક્રોસિંગ પાસે બે ટ્રક ટકરાતાં ટ્રાફિક જામ
04, જાન્યુઆરી 2021

ડભોઇ, ડભોઇ બોડેલી રોડ ઉપર ટિંબી ક્રોસિંગ નજીક ટ્રૉલી ટ્રક અને હાઈવા ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો બંન્ને ટ્રકો સામ સામે અથળાતા રોડ ની વચ્ચો વચ્ચ મોટી ટ્રૉલી ટ્રક ફસાઈ રહી હતી જેને પગલે ૮ કિલોમીટર સુધી નો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો બનાવ બનતા ૧૦ કલાક સુધી ટ્રાફિક જામ રહ્યો હતો જ્યારે સમગ્ર બનાવમાં બંને ટ્રકના ચાલક અને ક્લીનરને ગંભીર ઇજાઓ થવા પામી હતી.ડભોઇ બોડેલી રોડ ઉપર અવાર નવાર અકસ્માતો સર્જાય છે. આ રોડ ઉપર પૂર ઝડપે ચાલતા વાહન ચાલકોની બે દરકારી રહેલી હોય તેવું લોકો માં બોલાઈ રહ્યું છે ગત રાત્રી ના ૩ વાગ્યા ના સુમારે ટિંબી ક્રોસિંગ નજીક ડભોઇ તરફ થી જતી ટ્રૉલી ટ્રક અને બોડેલી તરફ થી આવતી હાઈવા ટ્રક વચ્ચે ભારે ધળાકા સાથે સામ સામે અથળાઈ હતી.સવારે ૧૧ વાગ્યા સુધી આશરે ૮ કિલોમીટર બંને તરફ ટ્રાફિક જામ સર્જાયો હતો જાેકે કેટલાક વાહન ચાલકો ને રસ્તો માલૂમ હોય તે સોર્ટકટ આપનાવી નિકળવા લાગ્યા હતા પણ કેટલાક વાહન ચાલકો જેમાં શાકભાજીના ટ્રકો, દૂધ, બસ જેવા વાહનો ખેતર માથી નિકળવાનો પ્રયાસ કરતાં આશરે ૬ ઉપરાંત વાહનો ખેતર માં જ ફસાઈ ગયા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution