ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જેમાં તેઓ દક્ષિણ ગુજરાતનાં સુરત જિલ્લાના મહુવા ખાતે અને સૌરાષ્ટ્રના રાજકોટ ખાતે જાહેર સભાને સંબોધન કરશે. કોંગ્રેસનાં પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ અને નેતા રાહુલ ગાંધી હાલમાં ‘ભારત જાેડો યાત્રા’ અંતર્ગત દક્ષિણ ભારતથી શરૂ કરેલી પદ યાત્રા મહારાષ્ટ્ર પહોંચી છે. ત્યારે રાહુલ ગાંધી આવતીકાલે ‘ભારત જાેડો યાત્રા’માંથી વિરામ લઈને આવતી કાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે જનસભાનું આયોજન કરાયું છે. જેમાં રાહુલ ગાંધી સૌપ્રથમ સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનાવલ ગામ પાસે પાંચ કાકડા ખાતે બપોરે એક કલાકે જનસભાને સંબોધન કરશે. ત્યાર બાદ રાહુલ ગાંધી સૌરાષ્ટ્રના રાજકોટ ખાતે શાસ્ત્રી મેદાન ખાતે એક જનસભાને સંબોધન કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના પ્રચાર માટે ગાંધી પરિવારમાંથી રાહુલ ગાંધી સૌપ્રથમ ગુજરાત આવી રહ્યા છે.

કોંગ્રેસમાં કકળાટ વિરોધીઓએ કમાની સ્ટાઇલમાં ખેડાવાલાનો ફોટો શેર કર્યો

અમદાવાદ અમદાવાદની જમાલપુર ખાડીયા વિધાનસભા પરથી કોંગ્રેસે ઇમરાન ખેડાવાલાને ટિકિટ આપી છે. પરંતુ આ બેઠક પરથી શાહનવાઝ શેખે પણ ટિકિટ માંગી હતી. શાહનવાઝ માટે યુથ કોંગ્રેસના નેતાઓએ કોંગ્રેસ ઓફિસમાં વિરોધ પણ કર્યો હતો છતાં ઇમરાન ખેડાવાલાને ટિકિટ આપતા શાહનવાઝ જૂથના કાર્યકરોએ સોશિયલ મીડિયામાં કમાના નામનું ગ્રૂપ બનાવ્યું છે. જેમાં ઇમરાન ખેડાવાલાનો ફોટો રાખવામાં આવ્યો છે. જમાલપુર ખાડીયા વિધાનસભા પરથી શાહનવાઝને ટિકિટ ના મળતા જ તેમના જૂથના કાર્યકરોએ અગાઉથી જ ઇમરાન ખેડાવાલા વિરુદ્ધમાં પ્રચાર કરવાનું નક્કી કર્યું હતું. તે મુજબ હવે સોશિયલ મીડિયામાં પણ ઇમરાન ખેડવાલા વિરુદ્ધમાં પ્રચાર શરૂ કર્યા છે. વોટ્‌સએપમાં એક ગ્રૂપ બનાવ્યું છે. આ ગ્રુપનું નામ કમાને ગાંડો કરવાનો છે રાખવામાં આવ્યું છે. તથા ગ્રુપના પ્રોફાઈલ ફોટોમાં ઇમરાન ખેડાવાલાનો ફોટો રાખવામાં આવ્યો છે. આ ગ્રુપમાં શાહનવાઝ જૂથના કાર્યકરોએ ઇમરાન ખેડાવાલા વિરુદ્ધ ટિપ્પણી શરૂ કરી છે. ઇમરાન ખેડાવાલા વિરુદ્ધમાં મેસેજ કરવામાં આવી રહ્યા છે. આ ગ્રૂપ ઇમરાન ખેડાવાલા વિરુદ્ધમાં જ પ્રચાર કરવા માત્ર બનાવવામાં આવ્યું હોવાથી ગ્રુપમાં માત્ર ઇમરાન ખેડાવાલાના વિરોધીઓને જ રાખવામાં આવ્યા છે.