અમરેલી ગુજરાતમાં ચારેબાજુ કાળઝાળ ગરમી પડી રહી છે, જેના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્‌યા છે. સોમવારના રોજ બપોર પછી એકાએક ભારે ગરમી વચ્ચે અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારમા વાતાવરણમાં પલટો આવ્યો છે. સાવરકુંડલાના કેટલાક ગામોમાં મીની વાવાઝોડુ ફુંકાયું છે. ત્યારબાદ આદસંગ, થોરડી, ઘનશ્યામનગર જેવા ગામોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ખાંભા તાલુકાના ભાણીયા, નાનુડી, પીપળવા ગામમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. આ સિવાય રાજુલાના ધુડિયા આગરિયા, મોટા આગરીયા, નવા આગરિયા ગામમાં વરસાદ પડી રહ્યો છે. કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે કેરીના પાકને નુકસાનની સંભાવના સેવવામાં આવી છે. ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.ઉલ્લેખનીય છે કે, રાજ્યભરના કેટલાક વિસ્તારમાં આગામી ત્રણ દિવસ વાતાવરણમાં પલટો જાેવા મળવાનો છો. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સહિતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે પવન અને માવઠુ થાય તેવી શક્યતા વ્યકત્‌ કરી છે. જેથી માર્કેટયાર્ડે વેપારીઓ-ખેડૂતોને સાવચેત રહેવા સૂચના આપીછે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્‌યા છે. રાજ્યમાં વૈશાખી વાયરા લોકોને દઝાડી રહ્યા છે, એટલું જ નહીં તેજ પવન સાથે લૂ વર્ષા અને ધૂળની ડમરીઓ ઉડી રહી છે. અમદાવાદમાં આજે ૪૪ ડિગ્રી તાપમાનનું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ અને કંડલામાં હવામાન વિભાગ દ્વારા હીટ વેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે દરિયાઇ વિસ્તારમાં ગરમીથી આંશિક રાહત લોકોને મળી છે.