રાજકોટ: રાત્રિ કફ્ર્યૂ વચ્ચે 5 ટુ-વ્હીલર અને એક રિક્ષાને આગજની કરાતા ખળભળાટ
22, ડિસેમ્બર 2020

રાજકોટ-

શહેરમાં ફરી એક વખત અસામાજિક તત્ત્વોનો આતંક સામે આવ્યો છે. ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ચોક પાસે પાંચ જેટલા બાઈક તેમજ એક રિક્ષાને રાત્રે આગ લગાવી દેવાનો બનાવ બનવા પામ્યો છે. રાજકોટમાં હાલ રાત્રિ કફ્ર્યૂ (દ્ગૈખ્તરં ષ્ઠેકિીુ) ચાલી રહ્યો છે. પોલીસ પણ તેનો કડક અમલ કરાવતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દરમિયાન આગચંપીના આ બનાવથી અનેક સવાલો ઊઠ્યા છે. કોરોના સંક્રમણ વધવાના કારણે રાજ્ય સરકાર તરફથી રાજકોટ સહિત રાજ્યના ચાર મહાનગર અમદાવાદ, વડોદરા અને સુરતમાં રાત્રિ કફ્ર્યૂ લાદી દેવામાં આવ્યો છે. જેના કારણે રાજકોટ શહેર પોલીસ તરફથી રાત્રિના નવ વાગ્યાથી લઇને વહેલી સવારના છ વાગ્યા સુધી રાજકોટના રાજમાર્ગો પર ખડેપગે તૈનાત રહી રાત્રિ કફ્ર્યૂનું ચુસ્ત પાલન કરાવવામાં આવી રહ્યું છે.

રાત્રિ કફ્ર્યૂ દરમિયાન રાજકોટ શહેરના રાજમાર્ગો પર નીકળનાર લોકો વિરૂદ્ધ પોલીસ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે. આ સમયે ૨૨ ડિસેમ્બરની મોડી રાત્રે જ્યારે ભક્તિનગર પોલીસ સ્ટેશન સહિત રાજકોટ શહેરના અન્ય પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ રાત્રિ કફ્ર્યૂની અમલવારી કરાવી રહ્યા હતા ત્યારે જ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જાેવા મળ્યો હતો. ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ચોક પાસે એક સાથે પાંચ જેટલા બાઈક તેમજ એક રિક્ષામાં આગ ચાંપી દેવામાં આવતા તમામ વાહનોમાં નુકસાન થવા પામ્યું છે.

સ્થાનિકોને રાત્રે ત્રણ વાગ્યા આસપાસ આ મામલાની જાણ થતા તેમને ભક્તિનગર પોલીસને જાણ કરી હતી. જે બાદમાં પોલીસ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ તપાસમાં જે જગ્યાએ સમગ્ર બનાવ બન્યો છે તેની આસપાસ સીસીટીવી ન હોવાનું પણ સામે આવ્યું છે. જે બાદમાં ભક્તિનગર પોલીસે આઈવે પ્રૉજેક્ટ તેમજ મુખ્ય માર્ગો પર રહેલા સીસીટીવી ફૂટેજની પણ તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રોનું માનીએ તો એક શકમંદને ઝડપી તેની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution