અમદાવાદ, આઈપીએલ ક્રિકેટની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમ ખાતે રમાવવાની હોવાથી લગભગ ૧.૨૦ લાખ દર્શકો આવવાના છે. જેના કારણે શહેર પોલીસ દ્વારા દર્શકોના વાહનોના પાર્કિંગ યોગ્ય જગ્યાએ અને સલામતીપૂર્વક થાય તે માટે ૩૧ પાર્કિંગ પ્લોટ નિયત કરવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમ ખાતે આઈપીએલ ક્રિકેટની ફાઈનલ મેચ રમાવવાની છે, મેચ જાેવા માટે લગભગ ૧.૨૦ લાખ લોકો આવવાના છે જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે,મેચ જાેવા માટે આવતા લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે સ્ટેડિયમની આજુબાજુના કુલ ૩૧ પાર્કિંગ લોકેશન બનાવવામાં આવ્યા છે. જેમાં ટુવ્હિલર માટે કુલ ૮ પાર્કિંગ અને ૪ વ્હિલર માટે કુલ ૨૩ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ટુ વ્હિલર માટેના પાર્કીંગની ક્ષમતા ૧૨૦૦૦ ટુવ્હિલર આવી શકે તેટલી રાખવામાં આવી છે, તો બીજી બાજુ ફોર વ્હિલર માટેના પાર્કિંગની ૧૫૦૦૦ ફોરવ્હિલર પાર્કીંગ થઈ શકે તેટલી રાખવામાં આવી છે. મેચ જાેવા માટે આવનાર દર્શકોએ વાહન પાર્કિંગ માટે શૉ માય પાર્કિંગ પરથી ફરજીયાત એડવાન્સ બુક કરીને આવવાનું રહેશે.આઈપીએલની ફાઈનલ મેચનાં સમાપન સમારોહમાં જાણિતા અભિનેતા રણવીર સિંહ અને સુવિખ્યાત સંગીતકાર એ.આર.રહેમાન સંગીતનાં સુરો રેલાવશે.

૧.૨૦ લાખ પ્રેક્ષકો માટે પોલીસનો લોખંડી બંદોબસ્ત

નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમમાં મોટા નેતાઓ મંત્રીઓ સહિતના રાજનેતાઓ અને ફિલ્મના સુપરસ્ટારો પણ આવવાના છે, તો બીજી બાજુ આઈપીએલની ફાઈનલ જાેવા માટે લગભગ ૧.૨૦ લાખ દર્શકો આવવાના હોવાના કારણે શહેર પોલીસે દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ બંદોબસ્તમાં ૧૦૦૦ હોમગાર્ડ, ૧૭ ડીસીપી, ૨૮ એસીપી, ૯૧ પીઆઈ,૨૬૮ પીએસઆઈ,૫૦૦૦ કોન્સ્ટેબલ સુરક્ષામાં તૈનાત રાખવામાં આવ્યા છે. સાથે જ અમદાવાદ પોલીસ કમિશનર દ્રારા નો ડ્રોન ફ્લાય ઝોન પણ જાહેર કરવામાં આવ્યો છે.

ચાર વર્ષ બાદ યોજાઈ રહેલી ક્લોઝિંગ સેરેમનીમાં આઈસીસીના અધિકારીઓ અને ક્રિકેટ જગતની હસ્તીઓ ઉપસ્થિત રહેશે

આજે આઈપીએલની ફાઈનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે સાથે જ ક્લોઝિંગ સેરેમની પણ યોજાવાની છે, આ દરમિયાન સમાપના સમારોહમાં ગરબાની રમઝટ પણ જામશે. લોક કલાકારો દ્વારા ગરબા રજૂ થશે.જેમાં રણવીરસિંહ અને સંગીતકાર એ.આર.રહેમાનનું પરફોર્મન્સ અને આઈસીસીસીના અધિકારીઓ અને ક્રિકેટ જગતની ઘણી હસ્તીઓ હાજર રહેશે. સાથે ચાર વર્ષ પછી ક્લોઝિંગ સેરેમની યોજાવાની હોવાને કારણે દર્શકોમાં પણ ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. આજે મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ ૨૦૨૨ની ફાઈનલ મેચ ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાવાની છે, જેને લઈને ક્રિકેટના રસીયાઓમાં એક અનેરો ઉમંગ જાેવા મળી રહ્યો છે. ફાઈનલ શરૂ થાય તે પહેલાં ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રણવીરસિંહ અને સંગીતકાર એ.આર.રહેમાનનું પરફોર્મન્સ અને આઈસીસીસીના અધિકારીઓ અને ક્રિકેટ જગતની ઘણી હસ્તીઓ હાજર રહેશે.