મસ્કતની કંપની દ્વારા ભારતના કામદારોના શોષણ અંગે ખેરગામના મામલતદારને રાવ
16, સપ્ટેમ્બર 2020

વલસાડ : નવસારી જિલ્લાના ખેરગામ અને ચીખલી તાલુકા ના કેટલાક કામદારો રોજીરોટી મેળવવા માટે ઓમાન ના મસ્કત ખાતે અલ તસનીમ એન્ટરપ્રાઇસ નામક કંપની માં બાંધકામ ના મિસ્ત્રી તરીકે કામ કરવા ગયા હતા.આ કંપની બિલ્ડીંગ કન્સ્ટ્રકશન નું કામ કરે છે. કોરોના મહામારી આવતા સંક્રમણ ના દહેશત ને લઈ ચોમેર અફરા તફરી મચી હતી છતાં પણ કંપની સંચાલકો એ ભારત થી આવેલ કામદારો પર જોર જુલમ કરી કામ કરાવતા હોવાની બાબત કામદારો જણાવી રહ્યા છે. 

કોરોના એ ઘાતક રૂપ ધારણ કરતા કંપનીઓ એ કામ બંધ કરવા ફરજ પડી હતી તે દરમિયાન કામ કરવા ગયેલ ભારતીય કામદારો ની હાલત દયાજનક બની હતી કંપની દ્વારા કામદારો ને એક મહિના સુધી બેસાડવા માં આવ્યું હતું પરંતુ કંપની દ્વારા કોઈ સુવિધા ન મળતા કામદારો એ ઇન્ડિયન એમ્બેસી નો સંપર્ક કરી મહામુસીબતે વતન આવ્યા હતા વતન પરત આવતી વખતે કંપની એ કામદારો ને તેમના પરિશ્રમ નું વેતન કે સર્વિસ ના નાણાં પણ આપ્યા ન હતા પરિણામે કામદારો ની હાલત દયાજનક બની છે. કંપની ની આવી શોષણનીતિ સામે નવસારી જિલ્લા થી કામ કરવા ગયેલા કામદારો રોષે ભરાયા છે. અને(૧)સુરેશભાઈ પટેલ ગામઃ ભૈરવી, તા.ખેરગામ (૨) વિનોદરાઈ અમૃતલાલ લાડ મુપો . રૂમલા, તા.ચીખલી (૩) ગોવિંદભાઈ રમેશભાઈ પટેલ મુ.પો.ખેરગામ , તા.ખેરગામ (૪) જીગરભાઈ નરેશભાઈ પટેલ મુ.પો. મોગરાવાડી, તા.ચીખલી(૫) અશ્વિનભાઈ પરભુભાઈ પટેલ મુ.પો , સિયાદા ( પ્રધાનપાડા ) , તા.ચીખલી (૬) ગણપતભાર રામભાઈ પટેલ , મુ.પો.ખાપરવાડા , તા.ગણદેવી (૭ ) હસમુખભાઈ ગુલાબભાઈ પટેલ મુ.પો.આછવણી તા.ખેરગામ ના પરત આવેલ સાત કામદારો એ પોતાની મહેનત ના નાણાં મેળવવા માટે ખેરગામ મામલતદાર ને લેખિત ફરિયાદ કરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution