વોશિંગ્ટન-

વિશ્વભરમાં કોરોનાનો કહેર ચાલુ છે. છેલ્લા ૨૪ કલાકમાં વિશ્વમાં ૮.૯૬ લાખ નવા કેસ નોંધાયા છે. આ એક જ દિવસમાં જાેવા મળતા નવા કેસનો સૌથી મોટો આંક છે. આ પહેલા ૨૨ એપ્રિલના રોજ ૮.૯૨ લાખ ૨૧ એપ્રિલના રોજ ૮.૮૮ લાખ સંક્રમિતોમાં કોરોનાને પુષ્ટિ થઈ હતી. ગઈ કાલે વિશ્વમાં ૧૪,૨૧૮ લોકો મૃત્યુ પામ્યા હતા.

ભારતમાં કોરોનાનાદરડીનો આંક પ્રમાણ સતત વધી રહ્યો છે. શુક્રવારે અહીં રેકોર્ડ ૩ લાખ ૪૪ હજાર ૯૪૯ નવા દર્દીઓ મળી આવ્યા હતા. ગયા વર્ષથી અત્યાર સુધી કોઈ દેશમાં એક જ દિવસમાં મળેલા નવા દર્દીઓનો આ સૌથી મોટો આંકડો છે. શુક્રવારે, ૨,૬૨૦ લોકો મૃત્યુ પામ્યા હતા. એક જ દિવસમાં થયેલા મૃત્યુનો આ નવો રેકોર્ડ છે. અમેરિકાએ જાેનસન એન્ડ જાેનસનની કોરોના વેક્સિન પરનો પ્રતિબંધ હટાવ્યો છે. દેશના ટોપ હેલ્થ રેગ્યુલેટર્સનું કહેવું છે કે આ વેક્સિનનો ઉપયોગ ફરીથી કરી શકાય છે. જાેનસન એન્ડ જાેનસન વેક્સિન બ્લડ ક્લોટ થઈ જવાના જાેખમમાં વધારો થવાના કારણે ૧૧ દિવસ માટે પ્રતિબંધિત કરવામાં આવી હતી.

સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનએ શુક્રવારે કહ્યું હતું કે વેક્સિનના કારણે બ્લડ ક્લોટ અને લો પ્લેટલેટનું ખૂબ ઓછું જાેખમ છે. ૮ મિલિયન ડોઝમાંથી માત્ર ૧૫ એવા કેસ જ પ્રાપ્ત થયા છે.ન્યૂઝ એજન્સી રોઈટર્સ અનુસાર, હ્લડ્ઢછના અધિકારીઓનું કહેવું છે કે ર્નિણય તાત્કાલિક અમલમાં આવશે, એટલે કે જાેનસન એન્ડ જાેનસનની વેક્સિન ૨૪ એપ્રિલથી લોકોને આપવામાં આવશે. જાે કે, હવે વેક્સિનની સાથે નવી ફેક્ટશીટ આપવામાં આવશે, જેમાં લોકોને બ્લડ ક્લોટના જાેખમ અંગે સતર્ક કરવામાં આવશે.

ભારતે કોરોના વેક્સિનના નિર્માણ માટે ઉપયોગમાં લેવામાં આવતા કાચા માલના નિકાસ પરના પ્રતિબંધોને દૂર કરવા અંગે અમેરિકાએ ફરીથી ઇનકાર કર્યો છે. યુએસ વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમે ભારતની વિનંતી પૂરી કરતા પહેલા અમારા નાગરિકોને પ્રાથમિકતા આપીશું. અમેરિકન લોકો પ્રત્યે અમારી વિશેષ જવાબદારી છે. વિશ્વમાં અત્યાર સુધીમાં ૧૪.૬૨ કરોડથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી ૩૦ લાખ ૯૯ હજાર દર્દીઓ મૃત્યુ પામ્યા છે. ૧૨.૪૦ કરોડ લોકો સાજા થયા છે. હાલમાં ૧.૯૧ કરોડ લોકો સારવાર હેઠળ છે. તે પૈકી ૧ લાખ ૯ હજાર ૯૨૪ દર્દીઓની હાલત નાજુક છે અને ૧.૯૦ કરોડ લોકોમાં કોરોનાના હળવા લક્ષણો છે.