કાનુપુર-

પીએમ મોદીએ જ્યારથી પીએમ તરીકે સત્તા સંભાળી ત્યારથી ગામડાઓમાં ટોયલેટ હોવા જાેઈએ તે વાત પર ભાર મુક્યો છે.

જાેકે હજી પણ પીએમ મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટનો અમલ કરવામાં કેટલીક જગ્યાએ આડાઈ થઈ રહી છે.જેમ કે યુપીના કુશીનગર જિલ્લાના જગદીપુર ગામમાં ટોયલેટ નહી હોવાથી ગામની ૧૬ વહુઓએ સાસરુ છોડી દીધુ છે.

આ ઘટના અક્ષય કુમારની ફિલ્મ ટોયલેટ એક પ્રેમકથાની યાદ અપાવે તેવી છે.જાેકે મહિલાઓએ ભરેલા પગલા બાદ હવે આ ગામ ચર્ચામાં આવી ગયુ છે.ગામ છોડનાર મહિલાઓનુ કહેવુ છે કે, ટોલયેટ નહી બને ત્યાં સુધી અમે સાસરામાં પાછા નહી આવીએ.

મહિલાઓને મનાવવા માટે સાસરિયાઓના પ્રયાસો હજી સુધી સફળ થયા નથી.મહિલાઓનુ કહેવુ છે કે, લગ્ન પહેલા સાસરિયાઓએ ટોયલેટ બનાવવાનો વાયદો કર્યો હતો પણ તે વાયદો પુરો થયો નથી.

આ કિસ્સો મીડિયામાં પ્રકાશમાં આવ્યા બાદ હવે સરકારી તંત્ર જાગ્યુ છે અને ટોયલેટ કેમ નથી બન્યા તેની તપાસ શરુ કરી દેવાઈ છે.દરમિયાન સરપંચ રામ નરેશ યાદવનુ કહેવુ છે કે, કેટલાક પરિવારોને યોજનાના લિસ્ટમાં નામ નહી હોવાથી ટોયલેટ બની શક્યા નથી.