છોટાઉદેપુર, છોટાઉદેપુર નગર ની ગીતા ગેસ એજન્સી ના બાર હજાર ગેસ ગ્રાહકો જુના અને નવા વિતરકો વચ્ચે ના ગજગ્રાહ માં પીસાયા હતા. જુના સંચાલકોએ નગરની પ્રજાને બાન માં લેવા ગેસ પુરવઠો સમયસર ના મળે તેવા ઈરાદા સાથે ગેસ ગોડાઉન પર બુલડોઝર ફેરવી દીધું હતું નવા સંચાલકો પાસે ગોડાઉન ન હોવાથી ગેસ બોટલનો પુરવઠો નગરની પ્રજાને સમયસર આપી શક્યા ન હતા પરંતુ કંપનીએ દરમ્યાનગીરી કરતા ગેસ બોટલનું વિતરણ શરુ કરી દેવામાં આવ્યું હતું. ગેસ બોટલનું વિતરણ શરુ થઇ જતા નગરની પ્રજામાં હાશકારો જાેવા મળ્યો હતો. નવા સંચાલકોએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ તેઓ પોતાનું ગોડાઉન કરી તેની મંજૂરી પ્રક્રિયા પુરી કરી નગરની પ્રજાને ગેસ બોટલ નો પુરવઠો સાચા ભાવે અને સમયસર મળે તેવી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવશે તેમ ગેસ એજન્સીના સંચાલક બાલુભાઈએ જણાવ્યું હતું નગરની પ્રજા ને કાળાબજારિયાઓ થી છેતરાવું પડશે નહિ. નગરની પ્રજાને હવે ગેસ પુરવઠો સમયસર મળી રહેશે તેવી નવા સંચાલકોએ ખાતરી આપી હતી. સંચાલક બાલુભાઈએ ગેસ પુરવઠા અંગે તકલીફ બાબતે નગરની પ્રજા ની માફી માંગી હતી.