14, ડિસેમ્બર 2021
શહેરના આજવા રોડ એકતાનગરમાં પાછલા ૩ મહિનાથી ડ્રેનેજના ઊભરાતા પાણીથી લોકો પરેશાન થયા છે. આ વિસ્તારમાં પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા નથી અને ગટર તૂટેલી હાલતમાં હોવાથી લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. એકતાનગરમાં ૫થી ૬ હજાર લોકો રહે છે. ઉપરાંત એક જ કબ્રસ્તાન હોવાથી દરેક મૈયત અહીંથી પસાર થાય છે અને આવા ગંદા પાણીમાંથી લોકોને પસાર થઇને જવું પડે છે. વોર્ડમાં ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેમ જણાવી સ્થાનિક રહીશોએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે જાે સમસ્યાનું નિરાકરણ કરવામાંં નહીં આવે તો અમે જાતે પાણી આવવાનો માર્ગ બંધ કરી દઈશું. ગંદા પાણીથી વિસ્તારમાં બીમારી અને ગંદકીનો માહોલ છે.