અમદાવાદ, ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં પ્રવાસી પક્ષીઓ અને રાજસ્થાનના સવાઈ માઘોપુર, પાલી, જૈસલમેર અને માહોર જિલ્લાઓમાં કાગડાઓમાં પોઝિટિવ નમૂના મળવાની પુષ્ટિ થયા પછી કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રાલયે પ્રભાવિત રાજ્યોને સૂચના આપી છે કે, તેઓ એવિયન ફ્લૂ બિમારીને રોકવા માટે કાર્ય યોજના અનુસાર કામ કરે.જેથી ગુજરાત સરકારે બર્ડ ફ્લૂના સંક્રમણને રોકવા અને લોકહીત માટે રાજ્યના સાત અભયારણોને મુલાકાતીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. જે સાત અભ્યારણો છે તેમાં નળ સરોવર, થોળ, ખીજડિયા, ઘુડખર, વઢવાણાવેટલેન્ડ, પોરબંદર, છારીઢંઢનો સમાવેશ થાય છે. 

ગુજરાત સહિત કેરલ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ ચૂકી છે. તે જાણકારી મળી રહી છે કે, કેરલના બંને જિલ્લાઓમાં આ બિમારીથી પ્રભાવિત મુરઘીઓને મારવાનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. સંક્રમણને સમાપ્ત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.એવિયન ફ્લૂથી અપ્રભાવિત રાજ્યોને આગ્રહ કરવામાં આવી રહ્યો છે કે, તેઓ પક્ષીઓ વચ્ચે કોઈપણ અસાામન્ય મૃત્યુ દર પર નજર રાખે અને તરત જ આની જાણકારી આપે જેથી આવશ્યકત ઉપાય ઝડપી કરવામાં આવી શકે.કેરળ, હરિયાણા અને હિમાચલ પ્રદેશના અસરગ્રસ્ત રાજ્યોની મોનિટરિંગ અને રોગચાળાની તપાસ માટે કેન્દ્રિય ટીમો તૈનાત કરવામાં આવી છે.દિલ્હીના હસ્તાલ ગામના ડીડીએ પાર્કમાં પણ ૧૬ પક્ષીઓના અસામાન્ય મોત નોંધાયા છે. એનસીટી દિલ્હીના પશુપાલન વિભાગે સાવચેતીનાં પગલાં લીધાં છે અને આઇસીએઆર-એનઆઇએચએસએડને નમૂના મોકલ્યા છે અને રિપોર્ટની રાહ જાેવાઇ રહી છે.મરઘાં પાલન કરતાં ખેડુતો અને સામાન્ય લોકો (ઇંડા અને ચિકનના ગ્રાહકો) આ રોગ વિશે જાગૃત થાય તે મહત્વનું છે. ચિકન અને અંડાના વપરાશ વિશે ગ્રાહકોનો વિશ્વાસ બનાવી રાખવા માટે સચિવ (એએચડી) પાસેથી મળેલી જાણકારી સ્વાસ્થ્ય મંત્રાલયને મોકલી દેવામાં આવી છે.સ્વાસ્થ્ય મંત્રાલયે આ સંબંધમાં ઉચિત સલાહ રજૂ કરવાનો અનુરોધ કર્યો છે, જેથી અફવાહોથી પ્રભાવિત ગ્રાહકોનો વિશ્વાસ સ્થાપિત કરી શકાય.