છોટાઉદેપુર, તા.૯

છોટાઉદેપુર જિલ્લાનું ધો.૧૦ નું ૪૭.૯૨ ટકા પરીણામ આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લામાં એસ.એસ.સી.ના ૧૬ સેન્ટરોમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં તેજગઢ સેન્ટરનું સૌથી વધુ પરિણામ ૫૩૦ વિદ્યાર્થીઓમાંથી ૩૪૭ ઉત્તીર્ણ થઇ ૬૫.૪૭% અને સૌથી ઓછું પરિણામ ભેસાવહી સેન્ટરનું ૪૦૭ માંથી ૭૭ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા આમ છોટાઉદેપુર જિલ્લાના સેન્ટરોમાં બોડેલી ૬૪.૭૪%,છોટાઉદેપુર ૫૩.૫૦%,સંખેડા ૫૬.૫૯%,પાવીજેતપુર ૩૦.૪૧%,નસવાડી ૫૩.૮૩%,કવાંટ ૪૨.૧૪%,ચલામલી ૩૬.૭૩%,તેજગઢ ૬૫.૪૭%,કાશીપુરા ૫૦.૧૭%,ભાટપુર ૫૫.૮૫%,ભીખાપુરા ૪૧.૮૮%,ભેસાવહી ૧૮.૯૨%,ગઢબોરિયાદ ૪૩.૭૨%,ઝોઝ ૪૧.૫૭%,તણખલા ૪૬.૬૩% અને બહાદરપુર ૩૪.૦૧% પરિણામ આવ્યું હતું જેમાં ૧૬ સેન્ટરોમાંથી ૧૦ સેન્ટરોનું પરિણામ ૫૦% થી ઓછું આવતા નબળું આવ્યું હતું જેમાં ગતવર્ષ ૨૦૧૯ ની સરખામણી કરતા ઈ.સ ૨૦૨૦ માં ૯ શાળાઓનું પરિણામ સૌથી નબળું માઇનસમાં આવ્યું હતું. ચલામલી માતૃશ્રી અમરતબા ભગત હાઈસ્કૂલ નું પરિણામ ૩૩.૩૩% આવ્યું છે જેમાં ૧૨૦ વિદ્યાર્થીઓમાંથી ૪૦ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે જેમાં પ્રથમ ક્રમે નાયકા નેહાબેન મુકેશભાઈ (૬૦૦ માંથી ૪૧૦ માર્ક્સ,૬૮.૩૩%) બીજા ક્રમાંકે મેમણ અમન સલીમભાઇ ,કોળી ધનંજય મહેન્દ્રભાઈ (૬૦૦ માંથી ૩૭૯માર્ક્સ,૬૩.૧૬%) તૃતીય ક્રમાંક કોલચા મીનલ મહેશભાઈ,તરબદા કોળી તેજેશ્વરી રામાભાઇ (૬૦૦ માંથી ૩૭૬ માર્ક્સ,૬૨.૬૬%) મેળવી શાળા,ગામ અને સમાજનું નામ રોશન કર્યું હતું.. 

શિરોલાવાલા હાઈસ્કૂલની વિદ્યાર્થિની બોડેલીમાં પ્રથમ 

શિરોલાવાલા હાઈસ્કૂલની વિદ્યાર્થિની બોડેલીમાં પ્રથમ ગુજરાત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગર દ્વારા માર્ચ- ૨૦૨૦ માં લેવાયેલ ધોરણ -૧૦ (એસ એસ સી) બોર્ડ પરીક્ષા નું પરિણામ જાહેર થયું છે જેમાં છોટાઉદેપુર જિલ્લાનું ૪૭.૯૨ ટકા આવ્યું છે. જ્યારે જિલ્લાના બોડેલી કેન્દ્રનું પરિણામ ૬૪.૪૪ ટકા આવ્યું છે. જેમાં બોડેલીની શેઠ એચ એચ શિરોલાવાલા હાઈસ્કૂલ ની વિદ્યાર્થીની કુ. પ્રગતિબેન જીનદાસ રાઠવાએ ૮૯.૧૬ ટકા (૯૯.૬૧ પર્સન્ટાઈલ - રેન્ક) મેળવી બોડેલી તાલુકામાં પ્રથમ નંબર અને સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં દ્વિતીય નંબર તેમજ કુ. આંચલબેન સંતોષભાઈ પાંડે એ ૮૯ ટકા (૯૯.૫૯ - પર્સન્ટાઈલ રેન્ક) મેળવી બોડેલી કેન્દ્રમાં દ્વિતીય અને જિલ્લામાં તૃતિય સ્થાન પ્રાપ્ત કરી શાળાનું અને તાલુકા નું ગૌરવ વધાર્યુ છે. બોડેલીની શિરોલાવાલા હાઈસ્કૂલનાં વિદ્યાર્થી પ્રિયાંશ જીનદાસ રાઠવાએ ૮૭ ટકા ( ૯૯.૦૨ પર્સન્ટાઈલ રેન્ક) સાથે બોડેલી તાલુકામાં તૃતિય સ્થાન મેળવી શાળા તેમજ બોડેલી તાલુકાનું ગૌરવ વધારી હોય આ ત્રણે વિદ્યાર્થીઓ સહિત શાળાના ઉત્તીર્ણ થયેલ તમામ વિદ્યાર્થીઓને શિરોલાવાલા હાઈસ્કૂલ તરફથી અભિનંદન મળ્યા હતા. 

નર્મદા જિલ્લાનું ધો.-૧૦ નું ૬૧.૦૧ % પરિણામ 

નર્મદા જિલ્લામાં બોર્ડનું પરિણામ ૬૧.૦૧ % આવ્યું છે જે ગત વર્ષ કરતાં ૫ % ઓછું પરિણામ છે.આ બાબતે શિક્ષણ વિભાગે કોઈ ખાસ પગલાં લેવાની જરૂર છે.નર્મદામાં આ વર્ષે ધોરણ ૧૦ માં ૬,૯૦૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં ૬,૭૮૨ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જેમાં છ-૧ માં માત્ર ૩ વિદ્યાર્થી, છ-૨ માં ૬૫, મ્-૩ માં ૨૩૭, મ્-૨ માં ૬૪૫, ઝ્ર-૧ માં ૧૪૬૫, ઝ્ર-૨ માં ૧૪૭૦ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.સૌથી વધુ માર્ક્સ સાથે પ્રણવ વિદ્યાલય જય અંબે ગ્રુપમાં અભ્યાસ કરતો નાંદોદ તાલુકાના ભુછાડ ગામે રહેતા માર્મિક ધીરેન્દ્રભાઈ વસાવા ૯૯.૮૭ પર્સન્ટાઇલ થે. છ -૧ ગ્રેડ સાથે જિલ્લામાં પ્રથમ આવ્યો છે.જયારે બીજા નંબરે ૯૯.૭૯ પર્સન્ટાઇન સાથે છ ૧ ગ્રેડમાં પટેલ હિરલ અશ્વિનભાઈ આવી છે.જયારે જિલ્લામાં ૯૯.૭૧ ઁઇ સાથે સ્વામિનારાયણ સ્કૂલની કૃતિકાબેન કાછીયા ત્રીજા નંબરે આવી છે. 

અંકલેશ્વર કેન્દ્રનું ધો.-૧૦નું ૬૪% પરિણામ 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૨૦માં લેવામાં આવેલી ધોરણ ૧૦ બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવતા વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં ભારે ઉત્તેજનાસભર માહોલ જોવા મળ્યો હતો.અંકલેશ્વર કેન્દ્ર માંથી ધો ૧૦માં ૩૯૭૧ પરીક્ષાર્થીઓ નોંધાયા હતા , જે માંથી ૩૯૩૬ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી.અને ૨૫૨૮ પરીક્ષાર્થીઓ ઉતીર્ણ થતા કેન્દ્રનું ૬૪ ટકા પરિણામ આવ્યુ હતુ. અંકલેશ્વરનાં બોર્ડ પરીક્ષાનાં વિવિધ કેન્દ્રોનું પરિણામ જોઈએ તો અંકલેશ્વર શહેર નું ૬૫.૨૨ ટકા,જીઆઇડીસી કેન્દ્રનું ૮૧.૨૦ ટકા, અંકલેશ્વર-૨નું ૬૯.૭૮ ટકા તેમજ અંકલેશ્વર-૩નું ૩૮.૫૪ ટકા પરિણામ નોંધાયું હતુ,આમ કેન્દ્રનું એવરેજ ૬૩.૬૮ એટલે કે ૬૪ ટકા પરિણામ આવ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે. જોકે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષનું પરિણામ ૧૨ ટકા જેટલું ઓછું નોંધાયું હતું. 

ધો.૧૦ ના વડોદરા ગ્રામ્યના વિવિધ કેન્દ્રોનું પરિણામ 

કેન્દ્ર નંબર અને નામ વિદ્યાર્થી નોંધાયા બેઠા પાસ ટકા ગત વર્ષનીટકાવારી તફાવત 

૬૫૦૧ ડભોઇ ૧૧૯૪ ૧૧૮૦ ૪૯૩ ૪૧.૭૮% ૫૦.૬૧% -૮.૮૩%

૬૫૦૨ ડેસર ૭૨૮ ૭૦૩ ૧૯૮ ૨૮.૧૭% ૨૮.૩૯% -૦.૨૩% 

૬૫૦૩ મિયાગામ-કરજણ ૯૩૪ ૯૨૭ ૪૦૮ ૪૪.૦૧% ૫૯.૨૫% -૧૫.૨૩% 

૬૫૦૪ પાદરા ૧૫૦૪ ૧૪૯૭ ૮૪૭ ૫૬.૫૮% ૬૩.૯૩% -૭.૩૫% 

૬૫૦૫ સાવલી ૧૧૩૩ ૧૧૦૪ ૩૮૪ ૩૪.૭૮% ૪૫.૨૯% -૧૦.૫૧% 

૬૫૦૬ શિનોર ૩૧૯ ૩૧૮ ૨૧૬ ૬૭.૯૨% ૬૭.૦૪% ૦.૮૯% 

૬૫૦૭ વાઘોડિયા ૮૦૪ ૭૮૭ ૪૫૦ ૫૭.૧૮% ૬૭.૦૧% -૯.૮૩% 

૬૫૧૪ બાજવા ૯૧૮ ૯૧૦ ૫૧૫ ૫૬.૫૯% ૭૧.૩૭% -૧૪.૭૮% 

૬૫૧૫ માસર રોડ ૨૦૮ ૨૦૬ ૬૭ ૩૨.૫૨% ૪૦.૦૯% -૭.૫૭% 

૬૫૧૬ મોભા રોડ ૪૬૭ ૪૬૩ ૧૯૦ ૪૧.૦૪% ૬૬.૫૯% -૨૫.૫૫% 

૬૫૧૭ ભાદરવા ૨૭૧ ૨૬૯ ૧૩૯ ૫૧.૬૭% ૪૪.૭૯% ૬.૮૮% 

૬૫૧૮ વરણામા ૧૪૮ ૧૪૮ ૮૫ ૫૭.૪૩% ૫૯.૭૩% -૨.૩૦% 

૬૫૧૯ થુવાવી ૩૬૫ ૩૫૩ ૧૯૨ ૫૪.૩૯% ૪૨.૦૦% ૧૨.૩૯% 

૬૫૨૦ આનંદી ૪૦૬ ૩૯૬ ૨૫૦ ૬૩.૧૩% ૫૨.૭૬% ૧૦.૩૭% 

૬૫૨૧ સાધલી ૨૭૯ ૨૭૬ ૨૧૦ ૭૬.૦૯% ૬૬.૪૨% ૯.૬૭% 

૬૫૩૨ સાધી ૩૫૦ ૩૪૦ ૨૨૨ ૬૫.૨૯% ૬૮.૬૫% -૩.૩૫% 

૬૫૩૩ કાયાવરોહણ ૨૮૭ ૨૭૪ ૧૬૨ ૫૯.૧૨% ૪૪.૨૦% ૧૪.૯૨% 

૬૫૩૪ જરોદ ૫૪૨ ૫૩૩ ૩૩૮ ૬૩.૪૧% ૪૮.૨૭% ૧૫.૧૪% 

૬૫૩૫ છાણી ૮૩૯ ૮૩૩ ૩૬૧ ૪૩.૩૪% ૫૫.૪૭% -૧૨.૧૪% 

૬૫૩૬ કંડારી ૪૧૦ ૪૦૭ ૧૬૭ ૪૧.૦૩% ૬૮.૦૪% -૨૭.૦૧% 

૬૫૩૭ ભાયલી ૪૧૬ ૪૦૮ ૧૫૪ ૩૭.૭૫% ૪૮.૭૧% -૧૦.૯૬% 

૬૫૩૮ વાલણ ૫૫૮ ૫૪૫ ૨૭૯ ૫૧.૧૯% ૫૯.૪૨% -૮.૨૩% 

૬૫૩૮ સાંઢાસાલ ૨૬૧ ૨૬૧ ૫૦ ૧૯.૧૬% ૪૨.૨૧% -૨૩.૦૬% 

૬૫૪૦ મુવાલ ૬૪૧ ૬૩૩ ૩૯૭ ૬૨.૭૨% ૫૬.૮૦% ૫.૯૧% 

૬૫૪૨ પોર ૩૪૨ ૩૪૧ ૧૪૯ ૪૩.૭૦% ૫૬.૦૫% -૧૨.૩૫% 

૬૫૪૩ ડબકા ૨૮૯ ૨૮૬ ૫૫ ૧૯.૨૩% ૫૫.૦૬% -૩૫.૮૩% 

૬૫૪૪ વાંકાનેર ૨૮૮ ૨૮૬ ૧૭૫ ૬૧.૧૯% ૫૭.૨૪% ૩.૯૫% 

૬૫૪૫ રાયકા ૨૨૧ ૨૧૭ ૧૦૬ ૪૮.૮૫% ૪૬.૩૨% ૨.૫૩