મુંબઈ-

રિટેલ મોંઘવારી દરની ગ્રોથ મામૂલી વધારાની સાથે ઑગસ્ટ ૨૦૨૧ માં ૫.૩૦ ટકા રહી છે. તેની સરખામણીમાં જુલાઈમાં રિટેલ મોંઘવારી દરના ગ્રોથ ૫.૫૯ ટકા હતી. આ સમયગાળા દરમિયાન ખાસ કરીને શાકભાજીના ભાવમાં વધારાને કારણે મોંઘવારી દર વધ્યા છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસએ ૧૩ સપ્ટેમ્બરે ઑગસ્ટ માટે રિટેલ મોંઘવારી દરના આંકડા જારી કર્યા હતા. ઓગસ્ટમાં ખાવા-પીવાની વસ્ચુઓના ભાવ ૩.૧૧ ટકા વધ્યા જે જુલાઈમાં ૩.૯૬ ટકા હતા. આ દરમિયાન ખાદ્ય તેલના વધતા ભાવને લઇને ચિંતા વધી રહી છે. વર્ષ-દર-વર્ષના આધાર પર ખાદ્ય તેલના ભાવમાં ૩૩ ટકાની તેજી આવી છે.

જુલાઈ ૨૦૨૧ માં રિટેલ મોંઘવારી દર આરબીઆઇની લક્ષ્ય શ્રેણીમાં હતો. જુલાઇથી પહેલા સતત બે મહિના સુધી રિટેલ મોંઘવારીની ગ્રોથ ૬ ટકાથી વધારે હતી. જોકે જુલાઈમાં તે આરબીઆઇના લેવલ પર આવી ગયો છે. આરબીઆઇ અનુસાર મોંઘવારી દર ૪ ટકા (બે ટકા ઉપર-નીચે) રહેવો જોઈએ. મે મહિનામાં રિટેલ મોંઘવારી દર ૬.૩૦ ટકા હતો. આ દરમિયાન પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોને કારણે ટ્રાન્સપોર્ટેશન કૉસ્ટ વધી ગયો હતો જેની અસર મોંઘવારીના દર પર પડી હતી. જ્યારે જૂનમાં રિટેલ મોંઘવારી દર મામૂલી ઘટાડાની સાથે ૬.૨૬ ટકા હતો.