06, ઓક્ટોબર 2020
મુંબઈ:
બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેમના ભાઈ શોવિકની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી નથી. બંને ભાઈ બહેન ડ્રગ્સ કેસમાં મુંબઈની જેલમાં બંધ છે. 6 ઓક્ટોબરના રોજ રિયાની જ્યુડિશિયલ કસ્ટડી પૂરી થવાની હતી. પરંતુ હજુ પણ તેને રાહત નથી અને સ્પેશિયલ NDPS કોર્ટે કસ્ટડી 20 ઓક્ટોબર સુધી આગળ વધારી છે.
રિયા ચક્રવર્તીએ હજુ 14 દિવસ જેલમાં રહેવું પડશે. મંગળવારે મુંબઈની સ્પેશિયલ NDPS કોર્ટ રિયા અને તેના ભાઈની જ્યુડિશિયલ કસ્ટડી 20 ઓક્ટોબર સુધી આગળ વધારી છે. અત્રે જણાવવાનું કે રિયા અને શોવિકની ડ્રગ્સ કેસમાં ધરપકડ થઈ હતી. રિયા ભાયખલ્લા જેલમાં બંધ છે. રિયા અને શોવિકે અનેકવાર કોર્ટમાં જામીન માટે અરજી કરી છે. પરંતુ દર વખતે તેમને જામીન અરજી ફગાવવામાં આવી.
એનસીબીએ 8 સપ્ટેમ્બરના રોજ 28 વર્ષની બોલીવુડ અભિનેત્રી રિયાની ધરપકડ કરી હતી. રિયા અને શોવિક તે 20 લોકોમાંના જેમની આ ડ્રગ્સ કેસમાં એનસીબીએ ધરપકડ કરી છે. એનસીબી સુશાંતના કેસ સંલગ્ન ડ્રગ્સ એંગલની તપાસ કરી રહી છે. ત્યારે જ અચાનક રિયાનું નામ સામે આવ્યું હતું. રિયા અને તેના ભાઈ શોવિકના અનેક ડ્રગ્સ પેડલર્સ સાથેના કનેક્શન સામે આવ્યા છે. રિયા અને શોવિકની તેમની સાથે ચેટનો પણ ખુલાસો થયો હતો. ત્યારબાદ તેમની એનસીબીએ પૂછપરછ કરી અને પછીથી તેમની ધરપકડ કરવામાં આવી. રિયા અને શોવિક પર સુશાંત માટે ડ્રગ્સ ખરીદવાનો આરોપ છે. બંનેએ પૂછપરછમાં આ વાત કબૂલી પણ છે.