ઉનાઈ

વાંસદા તાલુકાના કુરેલીયા અને નાનીભમતી ગામને જાેડતા કાવેરો નદીના ચેકડેમ પર ચોમાસા દરમિયાન પડેલ મસમોટા ભંગાણનું રીપેરીંગ કામ ન થયું હોવાના કારણે ચેકડેમમાં દર વર્ષે ચોમાસાનું પાણી સંગ્રહ ન થતા આ વર્ષે ઉનાળામાં અહીંના સ્થનિકોને પાણી વગર હાડમારી વેઠવાનો પણ વારો આવી રહ્યો છે તેમજ ચેકડેમમાં ભંગાણ પડવાના કારણે અવર જવર પણ બંધ થઈ જવાના કારણે ખેડૂતોમાં નારાજગી જાેવા મળી રહી છે .આ ચેક ડેમ છેલ્લા બે વર્ષથી તુટી ગયો હોવાથી દર વર્ષે આમાથી પાણી વેડફાઇ જતુ હોવાથી અને ખાસ કરીને આ વિસ્તારના ખેડુત અને પશુપાલકો ભારે રોષ જાેવા મળી રહ્યો છે. ચેક ડેમ રીપેર કરવાની માંગણી કરવા છતા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી નથી. કુરેલીયા ગામના પશુપાલકો ને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છેઃ કુરેલીયાના તાડ ફળિયામાંથી પસાર થતી કાવેરો નદી પર આવેલ લો લેવલ ચેક ડેમ અતિ ભારે વરસાદને કારણે ચોમાસા દરમિયાન પાણીમાં અવારનવાર ગરકાવ થઈ જતો હોય છે ત્યારે બે વર્ષ પહેલા ચોમાસે આવેલ પુરમાં આ લો લેવલ ચેક ડેમ પાસે ધોવાણ થતા ડેમના ગાબડા નીકળી જતા મસમોટું ભંગાણ સર્જાવા પામ્યું હતું.જેના પગલે ગ્રામજનો એ આ લો લેવલ ચેકડેમના સમારકામ માટે અનેક રજુઆતો કરી પરંતુ પરિણામ શૂન્ય.! હાલમાં ગ્રામજનો નાનીભમતી ગામે આવેલ દૂધ ડેરીમાં જવા માટે ૮,થી ૧૦ કી.મી. દૂર સુધીનો લાંબો ફેરો કરવાનો વારો આવ્યો છે.