છાપીમાં માસ્ક વગર વાહન ચલાવતા લોકો પાસેથી રૂ.૯૨૦૦ વસૂલાયા
23, જુન 2020

વડગામ, તા.૨૨         

વડગામ તાલુકાના છાપી હાઇવે વિસ્તારમાં માસ્ક વગર વાહનો લઇને પસાર થતા વાહન ચાલકો પાસેથી દંડ વસુલવામાં આવતા માસ્ક વગર ફરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.છાપી હાઇવે વિસ્તારમાં માસ્ક પહેર્યા વગર વાહન લઇને પસાર થઈ રહેલા વાહનચાલકોને છાપી પોલીસ દ્વારા ઉભા રાખીને દંડ વસુલવામાં આવતા વાહનચાલકોમાં હલચલ મચી ગઇ હતી. છાપી હાઇવે વિસ્તારમાં પોલીસ દ્વારા સ્કૂટર,બાઇક, રીક્ષા તેમજ કાર સહિતના વાહનોને રોકીને માસ્ક ન પહેરનાર વાહનચાલકો પોલીસના હાથે દંડાયા હતા. આ અભિયાનમા મહિલા પોલીસ કર્મીઓ ખડે પગે રહીને ફરજ નિભાવી હતી.માસ્ક વગર નિકળતા વાહનનચાલકોને રોકીને દંડ વસુલાયો હતો.દિવસ દરમિયાન આશરે રૂ ૯૨૦૦નો દંડ વસુલાયો હોવાનું પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution