સરકારી કર્મચારીઓને દિવાળી પહેલા રૂપાણી સરકારની મોટી ભેટ, જાણો કોને કોને મળશે લાભ
12, નવેમ્બર 2020

ગાંધીનગર-

મુખ્યમંત્રી વિજય રૂપાણીની રાજ્ય સરકારના પાંચ લાખ થી વધુ અધિકારી કર્મચારીઓને દીપાવલી ભેટ આપી છે. રાજ્ય સરકારમાં સેવારત તમામ અધિકારી કર્મચારીઓને દીપાવલી નૂતન વર્ષ તહેવારોના અવસરે 10 હજાર રૂપિયા ફેસ્ટિવલ એડવાન્સ તરીકે વગર વ્યાજે આપવાનો મુખ્યમંત્રીનો કર્મયોગી હિતકારી નિર્ણય કરવામાં આવ્યો છે.

ડિજિટલ ટ્રાનઝેકશન ને વધુ પ્રોત્સાહિત કરવા આ એડવાન્સ ની રકમ અધિકારીઓ કર્મચારીઓ ને રૂ પે કાર્ડના સ્વરૂપમાં આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ એડવાન્સ ની રકમ વગર વ્યાજે 10 માસિક સરખા હપ્તામાં પરત લેવામાં આવશે. મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે દીપાવલીના તહેવારોમાં લોકોને ચીજ વસ્તુઓ ની ખરીદીમાં સુગમતા રહેશે તેના પરિણામે નાના વ્યાપારીઓ ના વ્યવસાય રોજગાર ને વેગ મળશે. પ્રવર્તમાન સ્થિતીમાં દેશ તથા રાજ્ય ના અર્થતંત્ર ને પણ નવી ગતિ મળશે. સરકાર દ્વારા આ એડવાન્સની રકમ વગર વ્યાજે 10 માસિક સરખા હપ્તામાં પરત લેવામાં આવશે. દિવાળીના તહેવાર પર સરકારી કર્મચારીઓ ખરીદી કરી શકે તે માટે રાજ્ય સરકારે એડવાન્સ ફેસ્ટિવલ બોનસ આપવાનું નક્કી કર્યું છે. સીએમ રૂપાણીના આ ઉદ્દાત નિર્ણયને કારણે દીપાવલીના તહેવારોમાં લોકોને ચીજ-વસ્તુઓની ખરીદીમાં સુગમતા રહેશે. તેના પરિણામે નાના વેપારીઓના વ્યવસાયને રોજગાર મળશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution