રશિયાએ કોરોના વાયરસનાં ઇલાજ માટે બનાવેલી વેક્સીનનાં ક્લનિકલ હ્યૂમન ટ્રાયલની શરૂઆત કરી છે. રશિયાનાં સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ છે કે તેણે લિક્વડ અને પાવડરનાં રૂપમાં દવા તૈયાર કરી છે. આ દવાનો ક્લનિકલ હ્યૂમન ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે આ દવાઓનો ટ્રાયલ કરવા માટે અમારી પાસે બે ગ્રુપ છે. દરેક ગ્રુપમાં ૩૮-૩૮ લોકો છે.

રશિયાની ન્યૂઝ એજન્સી તાસનાં જણાવ્યા અનુસાર આ બંને ગ્રુપને મિલિટ્રીનાં જવાનો અને સામાન્ય નાગરિકોને મળીને બનાવવામાં આવ્યા છે, જેથી તૈયાર કરવામાં આવેલી વેક્સનનો પ્રેક્ટકલ ટેસ્ટ સફળતાપૂર્વક કરવામાં આવી શકે. આ દવાને ગામાલેયા સાયન્ટફિક રિસર્ચ ઇન્સ્ટટ્યૂટ આૅફ એપિડેમિયોલોજી એન્ડ માઇક્રોબાયોલાજીએ તૈયાર કર્યો છે. આ ઇન્સ્ટટ્યૂટનાં નિર્દેશક એલેક્ઝાન્ડર જિંટ્‌સબર્ગે કહ્યુ કે, આ હ્યૂમન ટ્રાયલ લગભગ દોઢ મહિનામાં પૂર્ણ થશે.

લિક્વડ અને પાવડર બંને દવાઓનો ટ્રાયલ માસ્કોનાં બે અલગ-અલગ સ્થાનો પર થશે. લિક્વડ દવાનો ટ્રાયલ બર્ડેંકો મિલિટ્રી હોસ્પિટલમાં ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન દ્વારા કરવામાં આવશે. પાવડરને પણ ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન દ્વારા વાલિયન્ટયર્સનાં શરીરમાં આપવામાં આવશે. આનો ક્લનિકલ ટ્રાયલ માસ્કોનાં સેશેનોવ ફર્સ્ટ સ્ટેટ મેડિકલ યૂનિવર્સિટીમાં કરવામાં આવશે.