વોશિગ્ટંન-

કોરોના સંકટ વચ્ચે રશિયાએ અંતરિક્ષમાં સેટેલાઈટ તોડી પાડનારા હથિયારનું પરીક્ષણ કર્યું છે. અમેરિકા અને બ્રિટને આરોપ લગાવ્યો છે કે આ મહિનાની શરૂઆતમાં રશિયા તરફથી અંતરિક્ષમાં એક એન્ટી સેટેલાઈટ હથિયારનું પરીક્ષણ કરવામાં આવ્યું.

આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે અમેરિકાએ રશિયા પર આ પ્રકારનો હથિયાર પરીક્ષણનો આરોપ લગાવ્યો છે. અમેરિકાનું કહેવું છે કે યુએસ સ્પેસ કમાન્ડ પાસે પુરાવા છે કે રશિયાએ 15 જુલાઈના રોજ એક અંતરિક્ષ આધારિત એન્ટી સેટેલાઈટ હથિયારનું પરીક્ષણ કર્યું હતું. આ ટેસ્ટ વધુ એક ઉદાહરણ છે કે અમેરિકા અને તેના સહયોગીઓની અંતરિક્ષ પ્રણાલીઓ માટે જાેખમ વાસ્તવિક, ગંભીર છે અને તે વધી રહ્યાં છે.

અમેરિકાના પરમાણુ નિરસ્ત્રીકરણ વાર્તાકાર માર્શલ બિલિંગ્સલીએ ટિ્‌વટ કરીને કહ્યુ કે રશિયાનો આ ટેસ્ટ સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય છે.