કોંગ્રેસના એક સમયના વરિષ્ઠ નેતા સાગર રાયકાએ કેસરીયો પહેર્યો
07, ડિસેમ્બર 2021

અમદાવાદ, ગુજરાત કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તુટે તેવી સ્થિતિ છે. કોંગ્રેસને માંડ માંડ ૬ મહિને નવા પ્રદેશ પ્રમુખ મળ્યા હતા. જેની ઉજવણીના ભાગરૂપે રાજીવ ગાંધીભવન ખાતે ઉજવણી કરવામાં આવી હતી. નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું ભવનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પદગ્રહણ પહેલા જગદીશ ઠાકોરે કેક કાપી હતી. જાે કે આ ઉત્સવમાં કોંગ્રેસનાં ત્રણેય પૂર્વ પ્રમુખો અને દિગ્ગજ નેતાઓના મોઢા વિલા દેખાયા હતા. આ ઉપરાંત જગદીશ ઠાકોર કેક કટિંગમાં પહોંચ્યા તો ત્રણેય નેતાઓએ ચાલતી પકડી હતી. જેના પગલે કોંગ્રેસમાં જુથવાદ હજી પણ યથાવત્ત હોવાનું સ્પષ્ટ રીતે દેખાયું હતું. આટલા જુથ ઓછા પડતા હોય તેમ જગદીશ ઠાકોરનાં આવવાથી વધારે એક જુથ પડી ગયું હોવાનું લાગી રહ્યું છે. જાે કે હવે કોંગ્રેસ સારા દિવસોની રાહ જાેઇ રહ્યું હતું ત્યાં, ગુજરાત કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને કોંગ્રેસ તરફથી પૂર્વ રાજ્યસભા સાંસદ રહી ચુકેલા સાગર રાયકાએ પણ કોંગ્રેસનો સાથ છોડી દીધો હતો. તેઓએ કોંગ્રેસમાંથી અધિકારીક રીતે ભાજપમાં જાેડાયા હતા. જેના પગલે કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો હતો. અત્રે નોંધનીય છે કે, ઉત્તર ગુજરાતનાં દિગ્ગજ નેતાઓ પૈકીનું સૌથી મોટુ નામ સાગર રાયકા છે. તેઓ ઓબીસી સમાજમાં મજબુત પકડ ધરાવતા નેતા હતા. જાે કે ગમે તે કારણોથી તેમણે કોંગ્રેસનો સાથ છોડી દીધો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution