વડોદરા

બોગસ માર્કશિટ કૌભાંડના મુખ્ય સૂત્રધાર વિક્કી સરદારનો નજીકનો સાગરિત વિદેશ ભાગી જવાની પેરવી કરી રહ્યો હતો એ દરમિયાન મુંબઈ એરપોર્ટથી પકડાઈ જતાં પીસીબી પોલીસે બે દિવસ અગાઉ અત્રે લાવી હતી. વિરલ જયસ્વાલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં એને આવતીકાલે અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડની માગણી કરવામાં આવશે. વિરલ જયસ્વાલ અમેરિકા ભાગવાની પેરવીમાં હતો. પીસીબીએ ઝડપેલા બોગસ માર્કશિટકાંડમાં અગાઉ ઝડપાયેલા રેહાન અને કબીરે વિલિયમ કેરી યુનિવર્સિટીની માર્કશિટો વિક્કી સરદાર પાસેથી મેળવી હોવાની કબૂલાત રિમાન્ડ દરમિયાન કરી હતી અને વિક્કી સરદાર સાથે ઓળખાણ કરાવનાર તરીકે વિરલ જયસ્વાલનું નામ કબૂલ્યું હતું. ત્યારથી પીસીબી વિરલ જયસ્વાલને શોધી રહી હતી, એની ગંધી આવી જતાં વિરલ વિદેશ ભાગી છૂટવાની પેરવી કરી રહ્યો હતો.

બે વર્ષ અગાઉ ક્રાઈમ બ્રાન્ચે બોગસ માર્કશિટ કૌભાંડમાં વિરલ જયસ્વાલની ધરપકડ કરી હતી અને ત્યાર બાદ તાજેતરમાં ઝડપાયેલા બોગસ માર્કશિટ કૌભાંડમાં પણ તેની સંડોવણી સપાટી પર આવતાં પોલીસે વિરલ જયસ્વાલની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાનમાં વિદેશ ભાગવાની ફિરાકમાં હોવાથી મુંબઈ એરપોર્ટ પહોંચેલા વિરલ જયસ્વાલની એરપોર્ટ પર જ અટકાયત કર્યા બાદ વડોદરા પોલીસે તેનો કબજાે મેળવ્યો છે.

વર્ષ ૨૦૧૮ના બોગસ માર્કશિટ કૌભાંડમાં ઝડપાયા બાદ જેલમાંથી બહાર આવેલો વિરલ જયસ્વાલ વિદેશ ભાગવાની ફિરાકમાં હતો. તો બીજી તરફ પીસીબી પોલીસે તાજેતરમાં ઝડપી પાડેલા બોગસ માર્કશિટ કૌભાંડમાં પણ વિરલ જયસ્વાલનું નામ સપાટી પર આવતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી.

વિરલ જયસ્વાલ વિદેશ ભાગવાની ફિરાકમાં હોવાથી મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યો હતો. પરંતુ તેની સામે લૂકઆઉટ નોટિસ નીકળેલી હોવાથી મુંબઈ પોલીસે તેની એરપોર્ટ પર અટકાયત કરતાં ફતેગંજ પોલીસે વિરલનો કબજાે મેળવ્યો હતો. બોગસ માર્કશિટ કૌભાંડમાં નોયલ ઉર્ફે નોવેલ પરેરાએ આગોતરા જામીનઅરજી મુકતાં ન્યાયાધીશે અરજદારની આગોતરા જામીનઅરજી નામંજૂર કરી હતી. પીસીબી પોલીસે સટોડિયાના મોબાઈલ ફોનમાં મળેલા બોગસ માર્કશિટના આધારે તપાસ કરતાં બોગસ માર્કશિટનું આંતરરાજ્ય કૌભાંડ બહાર આવ્યું હતું.

પોલીસે તે સમયે તપાસ કરીને બે યુનિવર્સિટી અને બે બોર્ડની બોગસ માર્કશિટ વેચી રહેલા જિગર ગોગારા અને ધુલિયાના દિલીપ મોહિતેને ઝડપી લીધા હતા. આ ચકચારી બનાવમાં સંડોવાયેલા નોયલ ઉર્ફે નોવેલ પરેરાએ પોલીસની ધરપકડ ટાળવા માટે અત્રેની અદાલતમાં આગોતરા જામીનઅરજી મુકતાં ન્યાયાધીશે અરજદારની આગોતરા જામીનઅરજી નામંજૂર કરી હતી. પીસીબી પોલીસ આવતીકાલે અદાલત સમક્ષ રજૂ કરી અમેરિકા ભાગી છૂટવાની પેરવી કરનાર વિરલ જયસ્વાલના રિમાન્ડની માગણી કરશે.