14, જુલાઈ 2025
2079 |
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે મોડીરાત્રે એક કરુણ દુર્ઘટનાબે વ્યક્તિનાં મોત થયાં છે
સાળંગપુર BAPS મંદિરના સંત શાંતિ ચરિત સ્વામી હજુ પણ લાપતા
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે ગઈકાલે, 13 જુલાઈ 2025ની મોડીરાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બોચાસણથી સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર તરફ જઈ રહેલી અર્ટિગા કાર કોઝવે પરથી પસાર થતી વખતે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર સાત વ્યક્તિમાંથી બે હરિભક્તના કરુણ નિધન થયા છે, જ્યારે એક નવદીક્ષિત સંત હજુ પણ લાપતા છે. જેઓની છેલ્લા 13 કલાકથી NDRF ટીમ દ્વારા શોધખોળ ચાલુ છે, જ્યારે ચારનો આબાદ બચાવ થયો છે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે મોડીરાત્રે એક કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. સાળંગપુર BAPS મંદિરના સંતો અને હરિભક્તોને લઈ બોચાસણથી સાળંગપુર પરત ફરી રહેલી એક અર્ટિગા કાર કોઝવે પરથી પસાર થતી વખતે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. આ ઘટનામાં ડ્રાઈવર દિવ્યેશભાઈ પટેલના દસ વર્ષીય પુત્ર પ્રબુદ્ધ કાછિયા સહિત બે વ્યક્તિનાં મોત થયાં છે, જ્યારે સાળંગપુર BAPS મંદિરના સંત શાંતિ ચરિત સ્વામી હજુ પણ લાપતા છે. કારમાં કુલ સાત લોકો સવાર હતા, જેમાં સાળંગપુર BAPS મંદિરના સંત અપૂર્વપુરુષ સ્વામી અને શાંતિચરિત સ્વામી તેમજ હરિભક્તો વિવેક કાપડિયા, નિકુંજ સોજીત્રા, દિવ્યેશ પટેલ (ડ્રાઈવર), કૃષ્ણકાંતભાઈ પંડ્યા અને પ્રબુદ્ધ કાછિયા. આ તમામ લોકો સાળંગપુર BAPS મંદિરે રહે છે.
મૃતકોનાં નામ : કૃષ્ણકાંત પંડ્યા (આશરે 80 વર્ષ)પ્રબુદ્ધ કાસિયા (આશરે 10 વર્ષ) (બંને રહે. સાળંગપુર BAPS મંદિર)