27, એપ્રીલ 2025
બોડેલી |
છોટાઉદેપુર જિલ્લામાં થી પસાર થતો નેશનલ હાઇવે નંબર ૫૬ ઉપર આવેલ મેરીયા બ્રિજ પાસે ઉતરતા ની સાથે જ રેતી તથા માટીના મોટા મોટા થર જાેવા મળે છે જે છેલ્લા છ મહિનાથી હટાવવામાં આવતા નથી આ બાબતની જાણ લાગતા અધિકારીઓને પણ કરવામાં આવે છે પણ તેમના દ્વારા કોઈપણ જાતની કામગીરી કરવામાં આવતી નથી જેથી કરીને અવરજવર કરનાર વાહન ચાલકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે ગાડી ના ટાયરો દ્વારા ધૂળ ડમરી ઉડતા બાઈક ચાલકોને તો ખૂબ જ તકલીફ પડતી જાેવા મળે છે છતાં તંત્રની ઊંઘ ઊડતી નથી આજ રોડ પરથી ઉચ્ચકક્ષાના અધિકારીઓ પસાર થતા હોય છે અને જિલ્લાના નેતાઓ પણ આ જગ્યા પરથી પસાર થતા હોય છે છતાં પણ કોઈપણ જાતનો સફાઈ અર્થે રોકટોક થતી હોય એવું લાગી રહ્યું નથી તો લોક માંગ ઉઠી છે કે વહેલી તકે રોડ ઉપરથી રેતી તથા માટીના થર હટાવવામાં આવે જેથી કરીને બાઈક ચાલકોને બાઈક ચા લખોને પડતી હાલાકી દૂર થાય અને જે સ્લીપ થતા અકસ્માત સર્જાય છે તે પણ અટકે એટલે વહેલી તકે આ કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવે એવી લોક માંગ ઊઠે છે