વલસાડ : વલસાડના ઉમરગામ તાલુકાના સંજાણ ગામે રહેતા અગરપાડાના સંદીપભાઇ મેઢા ને ત્યાં તેજલબેન મેઢાએ સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર સંજાણ ખાતે તા. ૧૩/૦૮/૨૦૨૦ના રોજ ૧૧.૪૦ વાગ્‍યે બાળકીને જન્‍મ આપ્‍યો હતો. પરંતુ બાળકીની હાલત ગંભીર જણાતાં તેઓને સિવિલ હોસ્‍પિટલ વલસાડ ખાતે રીફર કરવામાં આવ્‍યા હતા.  

સિવિલ હોસિ્‍પટલ ખાતે બે દિવસ સારવાર કરવા છતાં બાળકીની તબિયતમાં સુધારો ન થતાં તા.૧૫/૦૮/૨૦૨૦ના રોજ વધુ સારવાર માટે કિડની ઇન્‍સ્‍ટીટયુટ એન્‍ડ રીસર્ચ સેન્‍ટર અમદાવાદ ખાતે દાખલ કરવામાં આવ્‍યા હતા. જયાં બાળકીનું વિનામૂલ્‍યે ઓપરેશન કરી જરૂરી સારવાર આપવામાં આવી હતી. આજે બાળકી તંદુરસ્‍ત જીવન વિતાવે છે. બાળકીના પિતા સંદિપભાઇ જણાવે છે કે, જયારે બાળકીની જન્‍મ થયો અને ડૉકટરે કહયું કે, બાળકીને ગંભીર બીમારી છે. આરોગ્‍ય કેન્‍દ્રના ડૉકટરે જરા પણ રાહ જોયા વિના સિવિલ હોસિ્‍પટલ વલસાડ ખાતે મોકલી આપ્‍યા અને ત્‍યાં પણ બાળકીની તબિયતમાં કોઇ સુધરો ન થતાં કિડની ઇન્‍સ્‍ટીટયુટ એન્‍ડ રીસર્ચ સેન્‍ટર અમદાવાદ ખાતે બતાવવા જણાવ્‍યું હતું. આર.બી.એસ.કેની ટીમ દ્વારા બાળકના ઘરની મુલાકાત લઇ રાજય સરકારની રાષ્‍ટ્રીય બાળ સ્‍વાસ્‍થ્‍ય કાર્યક્રમ હેઠળ સારવાર અપાઇ હતી.