દિલ્હી-

કેરળમાં થોડા દિવસો પહેલા માનવતાને શર્મસાર કરે તેવો કિસ્સો સામે આવ્યો હતો. કેરળમાં થોડા દિવસ પહેલા કોઈએ ગર્ભવતી હાથીને વિસ્ફોટક પદાર્થ ખવડાવ્યું હતું, જેના કારણે તેણીનું મોત નીપજ્યું હતું. આ મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ની તપાસ માટે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી. આ અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેરળ સહિત 12 રાજ્યોને નોટિસ ફટકારી છે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પણ નોટિસ મોકલી છે.સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, કોર્ટની દેખરેખ હેઠળ, આ કેસની તપાસ CBI અથવા વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા કરવાની માંગ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ક્રેકરથી ભરેલા અનેનાસને કારણે જે રીતે સગર્ભા હાથીનું મોત થયું છે તે ભયંકર, દુ:ખદ, ક્રૂર અને અમાનવીય કૃત્ય છે. સુપ્રીમ કોર્ટે આમાં દખલ કરવી જોઈએ.