મુંબઈ-

સપ્તાહના બીજા દિવસે આજે મંગળવારે શેર બજારની શરૂઆત ભલે નબળાઈ સાથે થઈ હતી, પરંતુ આજે શેર બજાર ઐતિહાસિક મજબૂતી સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 514.34 પોઈન્ટની મજબૂતી સાથે 59,005.27ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 165.10 પોઈન્ટની મજબૂતી સાથે 17,562ના સ્તર પર બંધ થયો છે. આજે વેપાર દરમિયાન કન્સોલિડેશનનો મુડ જોવા મળ્યો હતો. આજે સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની વાત કરીએ તો, જેએસડબ્લ્યુ સ્ટીલ 5.65 ટકા, ઓ.એન.જી.સી. (ONGC) 5.21 ટકા, બજાજ ફાઈનાન્સ 4.99 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક 4.37 ટકા, બજાજ ફિન્સર્વ 3.34 ટકા ઉંચકાયા છે. તો સૌથી વધુ ગગડેલા શેર્સની વાત કરીએ તો, મારુતિ સુઝુકી-2.49 ટકા, બીપીસીએલ-1.57 ટકા, હીરો મોટોકોર્પ -1.35 ટકા, બજાજ ઓટો -1.25 ટકા, નેસલે -0.65 ટકા ગગડ્યા છે.