સોમનાથમાં હવે માં શક્તિ પણ બિરાજમાન થશે, જાણો વધુ
06, નવેમ્બર 2020

સોમનાથ-

પ્રથમ જયોતિર્લીંગ ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં રૂા.21 કરોડના ખર્ચે પાર્વતી માતાનું મંદિર નિર્માણ થનાર છે. સુરતના હીરાના ઉધોગપતિ દ્વારા આ મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો હોય અને તે મુખ્ય દાતા રહેનાર હોવાનું જાણવા મળેલ છે.

સોમનાથ યાત્રાધામમાં ભાવીકો માટે વધુ એક દર્શનીય સ્થળનો ઉમેરો થનાર છે. સ્વ.કેશુભાઇ પટેલની અધ્યક્ષતામાં આગાઇ મળેલી બેઠકમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ પરીસરમાં ભવ્ય શક્તીપીઠ પાર્વતી મંદીરનું નીર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મંદિર સફેદ મારબલથી દરીયાની નજીક અને સોમનાથ મંદિરના સંકુલમાં રૂા.ર1 કરોડના ખર્ચે સુરતના દાતા તરફથી ભવ્ય પાર્વતી મંદીર નિર્માણ કરવામાં આવનાર છે. સોમનાથ હરી અને હર ની ભુમી તરીકે ઓળખાય છે. ભગવાન સોમનાથ સાથે ગૌલોકધામ ખાતે ભગવાન ક્રૃષ્ણ નીજધામ ગયા તે મંદીર છે.

તાજેતરમાં ત્રિવેણી સંગમ નજીક ભવ્ય રામ મંદીર પણ બનેલ હોય ત્યારે માતાજીનું મંદીર ભવ્યતા પુર્ણ ન હોય તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદીર પરીસરમાં 6 થી 7 હજાર મીટરમાં પાર્વતી માતાજીનું મંદીર નિર્માણ થનાર છે.

આ અંગે સોમનાથ ટ્રસ્ટના સચિવ પી.કે.લ્હેરી એ જણાવેલ કે, સુરત ખાતે હાલમાં હીરાના વેપારી ભીખુભાઇ ધામલીયા એ સંકલ્પ કરેલ છે અને આ મંદિરના નિર્માણનો ખર્ચ આ દાતા તરફથી આપવામાં આવનાર હોય અને ટુંક સમયમાં મંદિરની કામગીરી શરૂ કરવામાં આવનાર છે.

સોમનાથના ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા એ જણાવેલ કે, સોમનાથ મંદીર નજીક પૌરાણીક જુની પાર્વતી માતાજીની જગ્યા જે તે સ્થીતી માં રાખી મંદીર સામે યજ્ઞશાળાની બાજુમાં જયાં ભાવીકો માટે એક્ઝીટ દરવાજો છે ત્યાં રૂા.ર1 કરોડના ખર્ચ થી સફેદ મારબલમાં ભવ્ય માતા પાર્વતીજીનું મંદીર નીર્માણ કરવા ટ્રસ્ટે નીર્ણય કર્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution