અમદાવાદ, અમદાવાદનાં વિવિધ શિવાલયો આજે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે. શિવાલયોમાં શિવરાત્રીની તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. શિવાલયોને શણગારવામાં આવ્યા છે અને તેમણે નવા રંગ રોગાન કરવામાં આવ્યા છે. અમદાવાદમા નાના મોટા ૧૫૦ થી વધુ શિવાલયો છે જેમાં આજે શિવરાત્રિના મહોસ્ત્વની ઉજવણી કરવામાં આવશે. મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરી ને કોરોના મહામારીમા ૨ વર્ષબાદ મેળા અને દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા છે જેને લઈને ભાવિક ભક્તો મોટી સંખ્યામાં મહાદેવના દર્શન માટે આવે તેવી શક્યતાઓ છે જેને લઈને હવે મંદિરોના આયોજકો એ પણ વ્યવસ્થા કરી દીધી છે.

અમદાવાદનાં પ્રસિદ્ધ મદિરો એવા કોટેશ્વર મહાદેવ, ચાકૂડીયા મહાદેવ, કાશીવીશ્વ નાથ મહાદેવ કર્ણમુક્તેશ્વર મહાદેવ જેવા અનેક મોટા શિવાલયોમાં સવારે ભગવાન ને વિશેષ અભિષેક કરવામાં આવશે અને પૂજા આરતી કરવામા આવશે. શિવાલયોમાં રુદ્રી પાઠ અને લઘુરુદ્રી કરવામાં આવશે અખંડ ધૂન પણ શિવલયોમાં થશે. મહાદેવને રાત્રે ૧૨ વાગે મહા અભિષેક કરવામાં આવશે મોટાભાગના શિવાલયોમાં સવાલાખ બિલી અને સવામણ દૂધનો અભિષેક કરવામાં આવશે. અમદાવાદનાં શિવાલયોની વાત કરીએ તો કાલે કરોડો બિલી મહાદેવને ચડાવવામાં આવશે. ત્યારે અનેક મદિરોમાં વિશેષ દાન પૂર્ણનું પ આયોજન કરવામાં આવ્યું છે. મહાદેવ ને વિશેષ ભાંગ અને ઠંડાઈની પ્રસાદી પણ ચડાવવામાં આવશે