રાજપીપળામાં ખાનગી કોવિડ હોસ્પિ.નો દુકાનદારો દ્વારા વિરોધ
19, ઓગ્સ્ટ 2020

રાજપીપળા, તા.૧૮ 

નર્મદા જિલ્લામાં કોરોનાનો કેહેર વધી રહ્યો છે.જો કે પેહલા કરતા હાલ કોરોનના કેસમાં નોંધપાત્ર ઘટાડો જરૂર નોંધાયો છે, આરોગ્ય વિભાગ કોરોના કેસોના આંકડા સેટ કરે છે કે ખરેખર આંકડા ઓછા થયા છે તપાસનો વિષય બન્યો છે.રાજપીપળા શહેરના વ્રજ કોમ્પ્લેક્ષમાં ખાનગી કોવિડ હોસ્પિટલ ચાલુ કરવાના ચક્રો ગતિમાન થયા હતા, પણ એ કોમ્પ્લેક્ષના દુકાનદારોના વિરોધને પગલે આયોજન પડી ભાંગ્યુ હતું.

રાજતિલક કોમ્પ્લેક્ષમાં ખાનગી કોવિડ હોસ્પિટલ માટે નર્મદા કલેકટરે મંજુરી પણ આપી દીધી કામ કાજ પણ ચાલુ થઈ ગયું એ બાદ દુકાનદારોએ વિરોધ નોંધાવતા ફરી પાછો મામલો ફરી ગૂંચવાયો છે.દુકાનદારોએ જણાવ્યું છે કે રાજતિલક કોમ્પ્લેક્ષમાં દુકાનદારો અને પાછળની સોસાયટીના રહીશોને કોરોનાનું સંક્રમણ લાગે તો એનો જવાબદાર કોણ, અહીંયા ખાનગી કોવિડ હોસ્પિટલ આવવાથી અમારા ધંધા-રોજગાર પર પણ માંઠી અસર પડી શકે છે.બીજી બાજુ રાજતિલક કોમ્પ્લેક્ષના સંચાલકોએ જણાવ્યું હતું કે અગાઉ અમે કોમ્પ્લેક્ષના ૧૨ થી ૧૫ દુકાનદારોને વિશ્વાસમાં લઈ ર્દ્ગંઝ્ર પર સહી કરાવી હતી, ર્દ્ગંઝ્ર બાદ નર્મદા કલેકટરે ખાનગી કોવિડ હોસ્પિટલ માટે મંજૂરી આપી છે.સ્થાનિકોને સારવાર માટે અન્ય શહેરોમાં જવું ન પડે એ માટે અમારા પ્રયત્નો છે.અમે સરકારી ગાઈડ લાઈન મુજબ જ કોવિડ હોસ્પિટલ બનાવવા જઈ રહ્યા છે, આનાથી કોઈ પણ વ્યક્તિને કોરોના સંક્રમણનો ખતરો નથી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution