છોટાઉદેપુર, તા.૧૮ 

છોટાઉદેપુર નગરપાલિકાના સરદાર બાગ શોપિંગ સેન્ટર ની દુકાનો નો મામલો હવે હાઇકોર્ટમાં પહોંચી ગયો છે.પાલિકા ના સત્તાધીશોએ છેલ્લા બાર મહિનામાં આ દુકાનદારો ને નોટિસો આપવાનો વિક્રમ સ્થાપિત કર્યો છે.પરંતુ પાલિકા ક્યારેય પણ નોટિસો આપ્યા સિવાય અન્ય કોઈ કાર્યવાહી કરી શકી ન હતી.આખરે દુકાનદારો એ હાઇકોર્ટ નો માર્ગ અપનાવ્યો હતો.કોરોનાની મહામારી તેમજ લોકડાઉન ના આ સમયગાળા માં હાઈકોર્ટ માં કેસ દાખલ કરાવવા માં થોડો વિલંબ જરૂર થયો પરંતુ આખરે દુકાનદારો હાઇકોર્ટમાંથી સ્ટે મેળવવા માં સફળ થયા હતા.

હાઇકોર્ટ માં ન્યાય મેળવવા માટે દુકાનદારો એ પિટિશન દાખલ કરી હતી અને પિટિશનનો નિકાલ ના થાય ત્યાં સુધી દુકાનોની યથાવત સ્થિતિ જાળવી રાખવામાં આવે તેવા સ્ટે ની માંગણી કરી હતી.હાલ પૂરતું હાઇકોર્ટે છ અઠવાડિયા પછી ની તારીખ આપી ને સ્ટે મંજુર કર્યો છે જેથી દુકાનદારો માં આનંદ ની લાગણી છવાઈ હતી અને આ બાબતને અંગત અહમ નો મુદ્દો બનાવી બેઠેલા પાલિકા ના સત્તાધીશો ને નિરાશા હાથ લાગી હતી.પાલિકા ની વર્તમાન બોડી સામે ભ્રસ્ટાચાર ના અનેક કેસો દાખલ થયા છે અનેક તપાસો ચાલી રહી છે.હાલ નવા પ્રમુખ ની ચૂંટણી આવતા લાગતાવળગતા બધા તેની દોડધામ માં પડયા છે.” આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા” ની જેમ કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટી નું ગઠબંધન થઇ ગયું છે તેઓ ને કોઈ મજબૂત પડકાર મળે તેમ અત્યારે જણાતું નથી. કલેક્ટર પાસે હવે પાલિકા સંબંધિત કોઈ સત્તાઓ કે કામગીરી રહી નથી માટે સ્થાનિક સ્તરે કોઈ ફરિયાદો સાંભળવામાં આવતી નથી.સરવાળે નગરજનો ને ભ્રષ્ટ વહીવટ અને અવ્યવસ્થાઓ નો ભોગ બનવું પડે છે.