જામનગરમાં બે વર્ષ બાદ શ્રાવણી મેળાનું મહાનગર પાલિકા દ્વારા આયોજન
14, ઓગ્સ્ટ 2022

જામનગર, જામનગરમાં સતત બે વર્ષ કોરોના કાળ બાદ આ વર્ષે શ્રાવણી મેળાનું મહાનગર પાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. મેયર અને ધારાસભ્યના હસ્તે મેળાનું ઉદ્ધટન કરવામાં આવ્યું છે અને શ્રાવણી મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો છે. જેથી મોટી સંખ્યામાં શહેરીજનોએ મેળાની મોજ માણવા પહોંચી ગયા હતા. શ્રાવણી મેળાને લઈ તમામ પ્રકારની તંત્ર દ્વારા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મનોરંજન રાઈડ, ખાણીપીળીના સ્ટોલ, આઈસ્ક્રીમના સ્ટોલ સહિત અનેક મનોરંજનની વસ્તુઓ મેળામાં ઉપલબ્ધ છે. શ્રાવણી મેળાના ઉદ્‌ઘાટન વખતે મનોરંજન રાઈડમાં મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહાનગરપાલિકાના કમિશ્નર વિજય ખરાડી,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા, વિરોધ પક્ષના નેતા આનંદ રાઠોડ સહિતનાઓ બેઠા હતા અને મેળાની મોજ માણી હતી. વિરોધ પક્ષના નેતા અને કોર્પોરેટર કેશુભાઈ માડમે મનોરંજન રાઈડમાં બેસી મેળાની મોજ માણી હતી. મનપા દ્વારા શ્રાવણી મેળાનું ૧૬ દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે. મેળાની અંદર વહીવટી તંત્ર દ્વારા તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. કોઈપણ અનિચ્છનીય કે આગની ઘટના ન બને તે માટે ફાયરનો સ્ટોલ પણ રાખવામાં આવ્યો છે. તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. મેળાની તમામ જગ્યાએ સીસીટીવી લગાવવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા મેળાનું સતત મોનિટરિંગ કરવામાં આવ્યું છે. આજરોજ મોનિટરિંગ કરવા માટે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ ખાસ આવ્યાં હતા અને સીસીટીવી કેમેરા ઉપર બાજ નજર રાખી અને નિરીક્ષણ કર્યું હતું. આજથી શ્રાવણી મેળાની શરૂઆત કરવામાં આવી હતી. તંત્ર દ્વારા સમગ્ર મેળાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તહેવારો દરમિયાન કાયદો અને ટ્રાફિક વ્યવસ્થા માટે ખાસ કરીને પ્રદર્શન ગ્રાઉન્ડમાં જ્યાં મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તે શહેરનો મુખ્ય માર્ગ છે જે મુખ્ય માર્ગ પર બંને સાઈડ બેરીગેટ લગાવી પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવા માટે જિલ્લા પોલીસવડા અને મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડીએ પોલીસ અને મહાનગરપાલિકાના તંત્રને સુચના આપી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution