ભારત અને કેનેડાના સંબંધોમાં સુધારાના સંકેત બંને દેશોના પીએમની મુલાકાતમાં ર્નિણય લેવાયો
18, જુન 2025 1485   |  

નવીદિલ્હી: ભારત અને કેનેડા એકબીજાની રાજધાનીઓમાં હાઈ કમિશનરો (રાજદૂતો) ની ફરીથી નિમણૂક કરવા સંમત થયા છે. આ ર્નિણયને એક મહત્વપૂર્ણ રાજદ્વારી સફળતા તરીકે જાેવામાં આવી રહ્યું છે. આ ર્નિણય એવા સમયે આવ્યો છે જ્યારે કેનેડાના પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોના કાર્યકાળ દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા હતા. કનાનાસ્કિસમાં ય્૭ સમિટ દરમિયાન કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્ની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની દ્વિપક્ષીય બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો હતો.મીટિંગ વિશે માહિતી આપતાં, ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે, ‘બંને દેશોના વડાપ્રધાનો આ મહત્વપૂર્ણ સંબંધમાં સ્થિરતા લાવવા માટે ક્રમિક પગલાં લેવા સંમત થયા હતા. પહેલું પગલું એ હશે કે બંને દેશોના હાઈ કમિશનરોને ટૂંક સમયમાં એકબીજાની રાજધાનીઓમાં પાછા મોકલવામાં આવશે. સમય જતાં અન્ય રાજદ્વારી પગલાં લેવામાં આવશે.’વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માર્ક કાર્ની વચ્ચેની બેઠકમાં બંને દેશો વચ્ચે અટકેલી વેપાર વાટાઘાટો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે, ‘હાલમાં વેપાર વાટાઘાટો સ્થગિત હોવાથી, બંને નેતાઓએ તેમના અધિકારીઓને શક્ય તેટલી વહેલી તકે પ્રક્રિયા ફરી શરૂ કરવા સૂચના આપવાનો ર્નિણય લીધો છે.’

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution