અમદાવાદ,શહેરમાં હિટીરો તથા જીબીલેન્ટ કંપનીના ડુપ્લીકેટ રેમડેસીવીર વાયલ્સના કાળા બજાર કરી ઉંચા ભાવે વેચતા ૬ શખ્સોને ક્રાઈમ બ્રાંચને ઝડપીને ૧૩૩ જેટલા વાયલ્સનો જથ્થો જપ્ત કર્યો છે. જ્યારે આ કામમાં સંડોવાયેલા બીજા બે આરોપીના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવા માટે તમામ ચક્રોગતિમાન કર્યા છે. શહેરમાં ક્રાઈમ બ્રાંચની ટીમે પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે, સનપ્રિત ઉર્ફે સનિ નામનો શખ્સ કોરોનામાં સપડાયેલા દર્દીઓની સારવાર માટે જરૂરી એવા રેમડેસીવીર ઈન્જેક્શનની નો ડુપ્લીકેટ જથ્થો રાખીને બજાર કરતા ઉંચાભાવે વેચીને કાળા બજારી કરી રહ્યો છે. તથા આ શખ્સ આ ડુપ્લીકેટ રેમડેસીવીર ઈન્જેક્શનનો જથ્થો લઈને જય ઠાકુર નામના વ્યક્તિ પાસેથી ચાંદખેડા, ઝુંડાલ સર્કલ પાસે આવેલ ગાંઠીયારથ પાસે બપોરના સમયે આવવાનો છે. જેના આઘારે ક્રાઈમ બ્રાંચની ટીમે વોચ ગોઠવીને સનપ્રિતને હીટરો કંપનીના ૨૦ નંગ રેમડેસીવીર ઈન્જેક્શન સાથે ઝડપી લીધો હતો.

ત્યારબાદ પુછપરછ કરતા સનપ્રિત ઉર્ફે સનિ તેના મિત્ર રાજ વોરા જે પાલડી ખાતે રહે છે તેના ઘરે આનો જથ્થો પડ્યો હોવાનું જાણ થતા ક્રાઈમ બ્રાંચે ત્યાં દરોડો પાડાની બનાવટ ૧૦ વાયલ્સ મળી અવ્યા હતા. ત્યારબાદ પુછપરછ કરતા જાણવા મળ્યુ હતુ કે, નરોડા ખાતે રહેતો નિતેષ જાેષી વસ્ત્રાપુર તળાવ પાસે આવેલ હોટલ હયાત ખાતે રોકાયો છે અને ત્યાંથી આ જથ્થો લાવ્યો હતો. જેથી પોલીસે ત્યાં હોટલમાં દરોડો પાડતા નિતેષ જાેષી તેના મિત્ર શક્તિસિંહ રાવત બંન્નેની બેગમાંથી હીટીરો કંપનીના ૧૦૩ રેમડેસીવીર ઈન્ડજેક્શન મળી આવ્યા હતા. જેથી ક્રાઈમ બ્રાંચની ટીમે આ કામમાં સપડાયેલા ૮ લોકોના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને ૬ લોકોની ધરપકડ કરી છે. પુછપરછ દરમિયાન જાણવા મળ્યુ હતુ કે, આ સમગ્ર રેકેડમાં તેમના સીન્ડીકેટમાં વડોદરા ખાતે રહેતા વિવેક મહેશ્વરી તથા તેનો મિત્ર દિશાંત સીલબંધ ઈન્જેક્શનની એન્ટીબાયોટીકની બોટલ મેળવી તેના પર લગાવેલ અસલ સ્ટીકર કાઢી નાખતા હતા અને બાદમાં હીટીરો તથા જ્યુબીલેન્ટ કંપનીના રેમડેસીવીર ઈન્જેક્શનના બનાવટી સ્ટીકર ચોટાડી રેમડેસીવીર ઈન્જેક્શનના બનાવટી બોક્ષ તૈયાર કરીને તેમાં સીલબંધ બનાવટી રેમડેસીવીર ઈન્જેક્શનો મુકી વેચાણ કરતા હતા. જાે કે ડ્યુલીકેટ સ્ટીકર બનાવવા માટે આરોપીઓ પાલડી ખાતે રહેતા પારીલ પારીતોષ કે જે રાયપુર ખાતે પ્રીન્ટીંગનું કામ કરે છે તેનો સંપર્ક કર્યો હતો અને તેણે બનાવટી સ્ટીકરો બનાવી

આપ્યા હતા.

સમગ્ર ષડયંત્રમાં કોણ કોણ સામેલ?

સાબરમતી ખાતે રહેતો જય ઉર્ફે રાજેન્દ્રસીંગ ઠાકુર, ન્યુ રાણીપ ખાતે રહેતો સનપ્રિત ઉર્ફે સનિ વીરઘી, પાલડી ખાતે રહેતો રાજ વોરા, નરોડા ખાતે રહેતા નિતેષ જાેષી, કોચરબ ગામ ખાતે રહેતા શક્તિસિંહ રાવત, વડોદરા ખાતે રહેતો દિશાંત માલવીયા, પાલડી ખાતે રહેતો પારીલ પટેલ તથા વડોદરા ખાતે રહેતો વિવેક મહેશ્વરીનાઓ એ ભેગા થઈને આખુ સડયંત્ર રચ્યું હતુ. જે કે ક્રાઈમ બ્રાંચની ટીમે આ સડયંત્રને ખુલ્લુ કરીને ૬ લોકોની ધરપકડ કરી છે જ્યારે બાકીના બે આરોપીને પકડવા માટે તમામ ચક્રોગતિમાન કર્યા છે.