બીજાપુર-

બીજાપુર ખાતે શનિવારે થયેલી નક્સલવાદીઓ સાથેની અથડામણ બાદ હજી 21 જેટલા જવાનો લાપતા છે જ્યારે પાંચ જવાનોના મૃતદેહો મળી આવ્યા છે. આ અથડામણમાં 15 જેટલા નક્સલવાદીઓ માર્યા ગયા છે. આ સમગ્ર ઘટના બાબતે જાણકારી મેળવીને વધુ વિગતે વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે છત્તીસગઢના મુખ્યમંત્રી સાથે વાતચીત પણ કરી છે. આ અથડામણ દરમિયાન ઘાયલ થયેલા જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છત્તીસગઢના બીજાપુરમાં શનિવારે સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ ઘટનામાં ૫ જવાન શહીદ થયા છે. આ પૈકી ૪ સીઆરપીએફ અને એક ડીઆરજી જવાન છે. ૩ નક્સલવાદીને પણ ઠાર કરવામાં આવ્યા છે. તર્રમ પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલોમાં અથડામણ ચાલુ છે. એસપી કમલ લોચન કશ્યપે આ ઘટનાની પૃષ્ટિ કરી છે.

આ ઘટના ઝીરમ હુમલાના માસ્ટરમાઈન્ડ હિડમા ગામમાં થઈ છે. હુમલો કરનારા નક્સલવાદીઓ આ ટીમના સભ્યો હતા. ઘણા સમયથી આ ગામમાં નક્સલવાદીઓનો જમાવડો થયેલો હતો. આ અંગે માહિતી મળતા જવાનો ત્યાં પહોંચ્યા હતા.

છત્તીસગઢમાં છેલ્લા ૧૦ દિવસમાં બીજી વખત નક્સલવાદીઓ તરફથી હુમલો થયો છે. આ અગાઉ ૨૩ માર્ચના રોજ હુમલામાં પણ ૫ જવાન શહીદ થયા હતા. આ હુમલો નક્સલવાદીઓના નારાયણપુરમાં આઇઇડી બ્લાસ્ટ કરી કરવામાં આવ્યો હતો.

તર્રમ પોલીસ સ્ટેશનથી સીઆરપીએફ, ડીઆરજી, જિલ્લા પોલીસ દળ અને કોબરા બટાલિયનના જવાનો સંયુક્ત રીતે તપાસ કરવા નીકળ્યા હતા. આ સમયે સિલગેરના જંગલમાં નક્સલવાદીઓએ હુમલો કર્યો હતો. આ સંજાેગોમાં જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. જવાનોને રેસ્ક્યુ કરવા માટે હેલિકોપ્ટર મોકલવામાં આવ્યા છે.

બીજી બાજુ, ગંગાલૂર વિસ્તારના ચેરપાલ પાસે મોદીપારામાં સીઆરપીએફ ૮૫ બટાલિયનના જવાનોએ ૮ કિલો આઇઇડી વિસ્ફોટક જપ્ત કર્યાં છે. નક્સલવાદીઓએ તેને જવાનોને નિશાન બનાવવા માટે પ્લાન્ટ કર્યો હતો. આ માટે જવાનોને નિશાન બનાવવાની યોજના ઘડવામાં આવી હતી. બાદમાં અનેક વિસ્ફોટકોનો નાશ કરવામાં આવ્યો છે.

૧૦ દિવસ અગાઉ ૨૩ માર્ચના રોજ નક્સલવાદીઓએ નારાયણપુર જિલ્લામાં ડીઆરજી જવાનોથી ભરેલી બસમાં બ્લાસ્ટ કર્યો હતો. આ ઘટનામાં ૫ જવાન શહીદ થયા હતા, જ્યારે ૧૨ ઈજાગ્રસ્ત થયા હતા. બ્લાક સમયે બસમાં ૨૪ જવાન હતા. માહિતી મળતા જ બેકઅપ ફોર્સને મોકલી દેવામાં આવી હતી. તમામ જવાન એક ઓપરેશનને પાર પાડી પરત આવી રહ્યા હતા.