સુરેન્દ્રનગર-

સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા દ્વારા શહેરમાં ફેલાતી અસહ્ય ગંદકીના કારણે નગરપાલિકાએ નિર્ણય અને લાખોના ખર્ચે શહેરના જાહેર માર્ગો ઉપર તેમજ જ્યાં પાનના ગલ્લા આવેલા હોય ત્યાં ત્યાં તેમજ ચોકે ચોકે આવા મોટી સાઈઝના ડસ્ટબિન મૂકવામાં આવ્યા આવ્યા હતા ત્યારે આ ડસ્ટબિન ને મૂકી અને આજે ત્રણ ચાર માસ જેવો સમય થયો હશે ત્યાં જ અનેક જગ્યાઓ પરથી આવા ડસ્ટબિન ચોરાઈ ગયા છે કે ગાયબ થઇ ગયા છે ત્યારે નગરપાલિકાની નિષ્ક્રિયતા પણ સામે આવી રહી છે આ રીતે લાખો રૂપિયાનો ખર્ચ કરી અને શહેરના વિવિધ વિસ્તારોમાં ઠેરઠેર આ રીતે ડસ્ટબિન મૂકવામાં આવ્યા હતા ત્યારે હાલમાં મોટાભાગની જગ્યા ઉપર આવા ડસ્ટબિન હાલમાં રહ્યા નથી માત્ર તેની એંગ્લો જોવા મળી રહી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરની જનતા માં ચર્ચાતી વિગતો મુજબ હજુ થોડા સમય પહેલાં લાખો રૂપિયાનો ખર્ચ કરી અને સુરેન્દ્રનગરને સ્વચ્છ રાખવા માટેનું સ્વપ્ન સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાએ જોયું હતું ત્યારે હાલમાં આ રીતે મૂકવામાં આવેલા ડસ્ટબિન કેટલીક જગ્યાઓ પર જેની એંગ્લો જોવા મળી રહી છે 

ત્યારે મોટાભાગના ડસ્ટબિન ના આ મુકેલા મોટા મોટા પીપળા ચોરી થઇ ગયા છે અને લાખોનો ખર્ચ પણ ધૂળધાણી થઈ ગયો છે ત્યારે મુકેલા ડસ્ટબિન અસંખ્ય જગ્યાઓએ આ રીતે માત્ર એંગલ જોવા મળી રહી છે છતાં પણ સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાના નથી તો પોલીસને જાણકારી આપી કે નથી તો આ અંગેની ફરિયાદ દાખલ કરી આ તમામ ડસ્ટબિન માર્ગો ઉપરથી હાલ તો અદ્રશ્ય થઈ ગયા છે. શહેરમાં અસંખ્ય જગ્યાઓ પર ડસ્ટબિન અદ્રશ્ય બની ગયા છે ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ વહીવટદાર અસંખ્યવાર આ માર્ગો પર નીકળે છે અને જોવો પણ છે છતાં તેની કાર્યવાહી આજદિન સુધી કરવામાં આવી નથી તો હજુ થોડા સમય પહેલાં મૂકવામાં આવેલા ડસ્ટબિન અદ્રશ્ય બની ગયા છે તો તેની પાછળ જવાબદાર કોણ તેવો પ્રશ્ન હાલમાં જનતામાં ચર્ચાઈ રહ્યો છે.