લો બોલો, લોકો લાઈનમાં રાહ જાેતા રહ્યા અને BJPના ધારાસભ્ય ઓક્સિજન લઇને નીકળી ગયા
29, એપ્રીલ 2021

લખનઉ-

દેશમાં એક તરફ જ્યાં લોકોને કલાકો લાઈનમાં ઉભા રહીને પણ ઓક્સિજન સિલિન્ડર નથી મળી રહ્યો ત્યાં સત્તામાં બેઠેલા લોકો પોતાના પાવરનો ઉપયોગ કરીને ગાડીઓ ભરીને સિલિન્ડર લઈ જઈ રહ્યા છે. આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના બારાબંકી ખાતેથી સામે આવી છે. રામનગરના ભાજપના ધારાસભ્ય શરદ અવસ્થી પોતાની ગાડીમાં ઓક્સિજન સિલિન્ડર ભરીને લઈ જતા જાેવા મળ્યા હતા.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આદેશ આપ્યો છે કે, ઓક્સિજન સિલિન્ડર ફક્ત કોવિડ હોસ્પિટલોને જ આપવામાં આવે તેમ છતાં ભાજપના ધારાસભ્યે ખુલ્લેઆમ તે આદેશના ધજાગરા ઉડાડ્યા હતા. બારાબંકીના નગર કોતવાલી ક્ષેત્રમાં સારંગ ઓક્સિજન પ્લાન્ટ આવેલો છે. ઓક્સિજન પ્લાન્ટ બહાર લોકો ઓક્સિજન સિલિન્ડર લેવા અથવા તો રીફિલ કરાવવા માટે લાઈનમાં લાગ્યા હતા. તે જ સમયે શરદ અવસ્થીની ગાડી કોઈ પણ પ્રકારની રોકટોક વગર ખુલ્લેઆમ પ્લાન્ટની અંદર પહોંચી ગઈ હતી અને સિલિન્ડર લઈને નીકળી ગઈ હતી. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution