અમદાવાદ-

દિવાળી હવે નજીક આવી રહી છે ત્યારે વતન જતાં લોકોનો ઘસારો વધારે જોવા મળે છે. આ મુસાફરોને અગવડતા ના પડે તે માટે થઈ ને એસ ટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે. 1500 જેટલી એક્સ્ટ્રા બસોમાં 25 ટકા વધારે ભાવ વધારો લેવામાં આવશે. તહેવારોના સમયમાં પ્રાઈવેટ વાહનો દ્વારા વધારે ભાડું વસૂલવામાં આવીન રહ્યું છે. જેટલી એસ ટી દ્વારા જ વધારે સગવડ આપી રહી છે. 1500 જેટલી એક્સ્ટ્રા બસો 29 તારીખ થી 4 નવેમ્બર સુધીમાં દોડાવવામાં આવશે.તહેવારોના સમયમાં એસ ટી ને હવે સારો એવો ફાયદો થઈ રહ્યો છે અને ઇન્કમ પણ વધી રહી છે.

દિવાળીના તહેવારોમાં વતન જવા માટે લોકોનો ઘસારો વધુ હોય છે. આ ઘસરને ધ્યાનમાં રાખી ને એસ ટી નિગમ દ્વારા 1500 જેટલી વધુ બસો દોડાવવાનો નિર્ણય લીધો છે. જેમાં સુરત વિભાગની 1200 બસો અને અમદાવાદ વિભાગ ની 150 બસો રોજની વધુ દોડાવવામાં આવશે. સુરતમાં થી રત્ન કલાકારો ખાસ વતન જતાં હોય છે જેમાં તેમણે કોઈ અગવડતા ના પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બસો ખાસ કરીને પંચમહાલ, દાહોદ, સૌરાસ્ટ્ર તરફની વધુ બસો રાખવાંમાં આવી છે.

દર વર્ષે એસ ટીને તહેવારોમાં કરોડો રૂપિયાની આવક થાય છે આ વર્ષે પણ અંદાજે 5 થી 6 કરોડની આવક થવાની શક્યતા છે. આ વિષે વાત કરતાં એસ ટી નિગમના કે ડી દેસાઇએ જણાવાયું હતું કે તહેવારોમાં આ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવે છે. આ બસોથી એસ ટીને પણ સારો લાભ થાય છે અને મુસાફરોને પણ અગવડતા પડતી નથી. ગત વર્ષે પણ દિવાળીમાં વધારે બસો દોડાવવામાં આવી હતી ઉપરાંત હોળી અને આઠમ જેવા તહેવારોમાં પણ વધારાની બસો દોડાવવામાં આવે છે.