ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલ સિધ્ધપુર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના વિડીયોના ટિ્‌વટના આરોપનો જવાબ આપ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવેલ સિધ્ધપુર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરનાં વિડીયોના ટિ્‌વટનો મામલે ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે આ મારો વિડીયો જૂનો અને એડિટ કરેલો છે. મુખ્યમંત્રીએ મારા વિડીયો ટિ્‌વટ કરવાની જગ્યાએ મોરબી હોનારત, સિદ્ધપુર મા સરકારી કોલેજ નથી, રોજગારી નથી તેનું કેમ ટ્‌વીટ કરતા નથી. હિંદુ ધર્મ, મુસ્લિમ ધર્મ સાથે અથડાય એ માટે આવા વિડીયો ટિ્‌વટ કરવામાં આવે છે. આવા વિડીયો ટિ્‌વટ કરવાથી ગુજરાતની જનતા માફ નહીં કરે. જનતા ચૂંટણીમાં જવાબ આપશે. આ વિડિઓ જિલ્લા પંચાયતની ચૂંટણીના સમયનો આ વિડિઓ છે. તેમ જણાવ્યું હતું. ત્યારે હાલતો ટ્‌વીટ વિડિઓ મામલે સિદ્ધપુરનું રાજકારણ ગરમાઈ ગયું છે. ઝ્રસ્એ ટિ્‌વટ કરેલા વીડિયો અંગે સિદ્ધપુરના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, બે સમાજ વચ્ચે ઝઘડા કરાવવા માટે આ વીડિયો વાયરલ કરાયો છે. હારનો ડર હોવાના કારણે મારો વીડિયો વાયરલ કરાયો છે. આ વીડિયો જિલ્લા પંચાયતની ચૂંટણી સમયનો છે. ચંદનજી ઠાકોરે રાજ્ય સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, સિદ્ધપુરની સરસ્વતી નદીમાં કેમ પાણી નાખતા નથી? સિદ્ધપુરમાં કેમ એક પણ કોલેજ બનાવાઈ નથી? મોરબીના હોનારત મામલે કેમ ટિ્‌વટ ન કરાયું? સતત વધતી મોંઘવારી પર કેમ ટિ્‌વટ કરતા નથી? કોંગ્રેસના સિદ્ધપુરથી ઉમેદવાર ચંદનજી ઠાકોરનો મુસ્લિમો અંગેના નિવેદનનો વીડિયો વાયરલ થયો છે. કોંગ્રેસ ઉમેદવારના શબ્દોને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શરમજનક શબ્દો ગણાવ્યા છે. તેમણે ટ્‌વીટ કરીને કહ્યું કે, હાર ભાળી ગયેલી કોંગ્રેસ ફરી લઘુમતી તુષ્ટિકરણ તરફ વળી છે. કોંગ્રેસને ખબર હોવી જાેઈએ કે તેને હારથી કોઈ નહીં બચાવી શકે. સિદ્ધપુરના ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકારે જે નિવેદન આપ્યુ તે વાયરલ થયુ છે. તેમણે કહ્યું હતું કે, ‘આપણે તેમને કંઈક નવું કરવા માટે વોટ આપ્યો હતો, પરંતુ તેમણે વોટ આપીને છેતરાયા છીએ, કોઈએ એકને છેતર્યો હોય તો ઠીક છે, પરંતુ તેમણે આખા દેશને ખાડામાં નાખી દીધો છે. દેશને કોઈ જ બચાવી શકે છે તો માત્ર મુસ્લિમ સમાજ જ બચાવી શકે છે અને કોંગ્રેસ પાર્ટી જાે કોઈ બચાવી શકે તો તે મુસ્લિમ પાર્ટી બચાવી શકે છે. હું આનું એક જ ઉદાહરણ આપું, એનઆરસીના મુદ્દે મારા સોનિયા ગાંધી, મારા રાહુલ ગાંધી અને મારી પ્રિયંકા ગાંધી, ૧૮ પ્રકારના પક્ષો હતા, પરંતુ એક પક્ષે મુસ્લિમ સમાજ માટે આજીજી કરી નથી તે મુસ્લિમ સમાજની તરફેણમાં નથી. આ એક માત્ર પક્ષ છે જે તમારા માર્ગે ચાલે છે, તમારું રક્ષણ કરે છે, સમગ્ર દેશમાં તમારા સમુદાયનું રક્ષણ કરે છે. આ ભારતીય જનતા પાર્ટીએ તમને ખલેલ પહોંચાડવાનું કામ કર્યું. ટ્રીપલ તલાકનો મુદ્દો ઉઠાવ્યો અને સુપ્રીમ કોર્ટમાં લઈ ગયા, ટ્રિપલ તલાક હટાવ્યો. કોંગ્રેસની સરકારમાં કમિટીને હજ પર જવા માટે સબસિડી મળતી હતી, ભારતીય જનતા પાર્ટીની ગડબડને કારણે આ સબસિડી જતી રહી. લઘુમતી સંસ્થાઓને પણ સબસિડી આપવામાં આવતી હતી જે છોકરાઓને ભણાવવા મળી હતી જે પણ બંધ કરી દીધી.

ચંદનજી ઠાકોર સામે ભાજપની પાટણ ચૂંટણી અધિકારીને ફરિયાદ

ચંદનજી ઠાકોરના મુસ્લિમો અંગેના નિવેદનનો વિડિયો વાઇરલ થયાં બાદ હવે ભાજપ એક્શ’માં આવ્યુ છે. જે અંતર્ગત હવે ભારતીય જનતા પાર્ટીને સિધ્ધપુરના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર સામે આચારંસંહિતા ભંગની ફરિયાદ કરી છે. પાટણ કલેક્ટર અને જીલ્લા ચૂંટણી અધિકારીને એક ફરિયાદ કરતો પત્ર પાઠવ્યો છે જેમાં તમામ પુરાવાઓ રજૂક્યા છે તેમજ આ ઉમેદાર સામે પગલાં લેવાની માંગણી કરી.