ગાંધીનગર, પાકિસ્તાનના વિદેશી મંત્રીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરવામાં વાંધાજનક ટિપ્પણીનો ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે. જે અન્વયે આજે સમગ્ર ગુજરાતમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન, સૂત્રોચ્ચાર, પૂતળા દહન અને આવેદન પત્ર આપવામાં આવ્યા હતા. ભાજપના પ્રદેશ સહિતના હોદ્દેદારો, અગ્રણીઓ, ચૂંટાયેલા સભ્યો, કાર્યકર્તાઓ, સમર્થકોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા. આ પાકિસ્તાન વિદેશ મંત્રીની ટિપ્પણી અંગે પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટિલે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, પાકિસ્તાનની હાલત ભિખારી કરતાં વધુ ખરાબ છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કરેલી ટીપ્પણીને લઈને આજે સમગ્ર રાજયભરમાં ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ આ ટીપ્પણીને લઈને આજે ગુજરાતભરમાં પણ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરાયા હતા. આ મામલે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે સોશિયલ મીડિયા ટિ્‌વટર પર પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે, પાકિસ્તાનની હાલત ભીખારી કરતાં પણ ખરાબ છે, તેમાં તે આવી ગયું છે. વિદેશોમાં પોતાના વિદેશ મંત્રાલયો પણ વેચી રહ્યું છે. પોતાના દેશના ગધેડાઓને વેચીને ગુજરાન ચલાવવાના પ્રયાસો કરી રહ્યા છે. એ જ બતાવે છે કે તેની આર્થિક સ્થિતિ કેટલી બધી નબળી છે. અને તેના કારણો એ છે કે, આંતકવાદીઓને પ્રોત્સાહિત કરવા, તેમને આશરો આપવો.

પાટિલે ટિ્‌વટર દ્વારા વધુમાં જણાવ્યુ હતું કે, પાકિસ્તાનનાં વિદેશ મંત્રી બિલાવલ ભૂટ્ટો આપણાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે એલફેલ બોલવાનાં પ્રયાસો કરે છે. જેને કારણે લોકોને પાકિસ્તાન પ્રત્યે તિરસ્કારની ભાવના આવે છે. આતંકવાદીઓને આશરો આપી-પ્રોત્સાહિત કરી સાપને ઘરમાં પાળવાનો ડંખ પાકિસ્તાનને લાગ્યો છે. આપણાં દેશની સંસ્કૃતિ કહે છે કે આપણો પડોશી દેશ મજબૂત હોવો જાેઇએ. પણ કમનસીબે આપણો પડોશી દેશ આતંકવાદીઓને પ્રોત્સાહિત કરતો અને આર્થિક રીતે ક્ષિણ સ્થિતિમાં મૂકાયેલો દેશ છે. જેના કારણે હું પાકિસ્તાનના વિદેશ મંત્રી વિષે કઈ વિશેષ કહેવા માંગતો નથી.

ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ અને વડોદરા સહિતના શહેરોમાં ભાજપના કાર્યકરો દ્વારા આજે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભૂટ્ટોનો વિરોધ કરાયો હતો. જેમાં અમદાવાદ શહેરના આરટીઓ સર્કલ ખાતે ભાજપના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં ધારાસભ્ય જીતેન્દ્ર પટેલ અને અમિત શાહ તેમજ પ્રદેશ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહ સહિતના નેતાઓ વિરોધ પ્રદર્શનમાં જાેડાયા હતાં. ભાજપ નેતાઓ અને આગેવાનો દ્વારા પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રોચ્ચાર પણ કરાયા હતા. આ ઉપરાંત રાજકોટમાં શહેર ભાજપ દ્વારા બિલાવલ ભૂટ્ટોનું પૂતળા દહન પણ કરાયું હતું. ભાજપના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદન પત્ર પણ પાઠવ્યું હતું.

પાકિસ્તાની વિદેશ મંત્રીની ટિપ્પણીના વિરોધમાં રાજયપાલને આવેદન અપાયું

આજ રોજ ગાંધીનગર શહેર ભાજપ- યુવા મોરચા દ્વારા પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો દ્વારા યુનાઈટેડ નેશન્સ સિક્યોલિટી કાઉન્સીલ માં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરાયો હતો. તેના વિરોધમાં ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેમાં પ્રદેશ ભાજપના મહામંત્રી રજની પટેલ, પ્રદેશ યુવા મોરચા પ્રમુખ પ્રશાંત કોરાટ, ગાંધીનગર મેયર હીતેશ મકવાણા, ગાંધીનગર શહેર પ્રમુખ રુચિર ભટ્ટ, શહેર મહામંત્રી ગૌરાંગ પટેલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિતના હોદ્દેદારો તેમજ બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પ્રદેશ મહામંત્રી રજની પટેલ, પ્રદેશ યુવા મોરચા પ્રમુખ પ્રશાંત કોરાટ, મેયર હિતેશ મકવાણા, શહેર પ્રમુખ રૂચીર ભટ્ટ, મહામંત્રી ગૌરાંગ પટેલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિતના હોદ્દેદારો દ્વારા આજે રાજ્યપાલને મળીને આવેદનપત્ર આપીને વિરોધ વ્યક્ત કરાયો હતો.

ગાંધીનગર જિલ્લા ભાજપ દ્વારા પથિકાશ્રમ પાસે ભુટ્ટોના પુતળાનું દહન કરાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિષે પાકિસ્તાની વિદેશ મંત્રી દ્વારા કરાયેલી હિન ટિપ્પણીના વિરોધમાં ગાંધીનગર જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. તેમજ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પણ અપાયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો દ્વારા કરાયેલી હિન ટિપ્પણીના વિરોધમાં ગાંધીનગર જિલ્લા ભાજપા દ્વારા આજે ગાંધીનગરના પથિકાશ્રમ પાસે વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેમાં પાકિસ્તાનના વિરોધમાં વિવિધ સૂત્રોચાર અને પ્લેકાર્ડ દર્શાવી જિલ્લા કલેકટરને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપા અધ્યક્ષ અનિલ પટેલ, મહામંત્રી રાજુ પટેલ સહિત જિલ્લા તેમજ મંડલ ભાજપા સંગઠનના હોદેદારો અને કાર્યકર્તાઓ જાેડાયા હતા.

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે અપશબ્દો બોલી અપમાન કર્યું છે. કર્ણાવતી મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરી, પૂતળા દહન કરવામાં આવ્યું તથા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.