કરચોરો સામે તવાઈ  એટીએસ અને જીએસટીનું રાજ્યવ્યાપી સર્ચ ઓપરેશન
30, નવેમ્બર 2022

અમદાવાદ, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટાણે જ ટીમો દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરતા ખળભળાટ સર્જાયો છે. ચૂંટણી અગાઉ રાજ્યમાં દેશવિરોધી પ્રવૃત્તિ અને આર્થિક નુકસાન પહોંચાડતા લોકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજ્યના અલગ અલગ શહેરોમાં દરોડા પડ્યાં છે. ટીમોએ દ્વારા તપાસ હાથધરાઈ છે. ટેક્સ ચોરી મામલે રાજ્યભરમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. અમદાવાદ, ગાંધીધામ અને સુરત તેમજ ભરૂચ અને વડોદરામાં પણ તપાસ હાથ ધરાઈ છે. રાજ્યના અમદાવાદ, ગાંધીધામ, સુરત, ભરૂચ અને વડોદરામાં ટીમોએ દ્વારા તપાસ હાથધરવામાં આવી છે. ટેક્સ ચોરી મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખોટી રીતે આઈટીસી મેળવવાના કૌભાંડની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં કરચોરીમાં ખૂબ મોટાપાયે દસ્તાવેજ જપ્ત કરાયા હતા. અમદાવાદમાંથી ૧૪, વડોદરામાંથી ૧૨, સુરતમાં ૯, ભાવનગરમાં ૩, ગાંધીધામમાં ૨ અને રાજકોટમાં ૧ સહિત ૪૧ બોગસ પેઢીઓ ઝડપાઇ હતી. આ બોગસ બિલિંગના કૌભાંડમાં ભાવનગર બોગસ બિલિંગનું એપી સેન્ટર ઊભરાઇ આવ્યું હતું. જાેકે તમને જણાવી દઇએ કે, આ સમગ્ર કૌભાંડની કડી  તપાસમાંથી મળી હતી.

૧૨ નવેમ્બરના રોજ રાજ્યમાં સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. રાજ્યભરમાં અલગ અલગ ૧૪૦થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. ટીમો દ્વારા અમદાવાદ, સુરત, ભરૂચ, જામનગર અને ભાવનગરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. એકસાથે ૧૪૦થી વધુ સ્થળો પર તપાસ ચાલી હતી. એવા પણ સમાચાર સામે આવી રહ્યા હતા કે આ મામલે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાંથી ૯૦થી વધુ લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution