હૈદરાબાદ-

તેલંગાનામાં એક વિચિત્ર ઘટના બની છે જ્યાં પોલીસે એક મોતના મામલામાં એક મુરઘાને પોતાની કસ્ટડીમાં લઇ લીધો છે. આ મામલો તલંગાનાનાં જગતિયાલ જિલ્લાનો છે. જ્યાં સોમવારે યેલ્લમ્મા મંદિરમાં મુરઘાની ફાઇટની એક રમત ચાલી રહી હતી. આ દરમિયાન એક મુરઘાએ ૪૫ વર્ષીય ટી. સતીશ નામના વ્યક્તિ પર હુમલો કરી દીધો, જેથી તેનું મોત થઇ ગયું.

મુરઘાના પગમાં એક ચપ્પુ બાંધેલુ હતું જે થાનુગુલા સતીષને પેટ અને જાંઘની વચ્ચે વાગ્યું હતું. આ ઘટના ૨૨ ફેબ્રુઆરીના રોજ લોથુનુરમાં ત્યારે બની જ્યારે મુરઘાને અવૈધ લડાઇ માટે લાવવામાં આવ્યો હતો. પગમાં ચપ્પું હોવાના કારણે મુરઘો છટપટાવા લાગ્યો હતો. આ દરમિયાન મુરઘાના પગમાં બાંધેલ ચપ્પુથી સતીશની જાંગની ઉપરનો હિસ્સો કપાઇ ગયો. જેના પછી તાત્લાલિક ધોરણે સતીશને હોસ્પિટલ લઇ જવાયો જ્યાં તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો.

મુરઘાની લડાઇ પર તેલંગાનામાં પ્રતિબંધ છે. પરંતુપ યેલ્લમ્મા મંદિરમાં ગેરકાયદેસર તેનું આયોજન કરાયુ હતું. આ મામલાની તપાસ બાદ પોલીસ તે મુરઘાને પોલીસ સ્ટેશન લઇ આવી જ્યાં તેને પોલીસની દેખરેખમાં રાખવામાં આવ્યો છે. પોલીસે મુરઘા માટે દાણા-પાણીની પણ વ્યવસ્થા કરી છે. એલી પણ માહિતી છે કે પોલીસે મુરઘાને એરેસ્ટ કર્યો છે. જાેકે પોલીસે તેનાથી ઇન્કાર કર્યો છે. ગોલ્લાપલ્લીના જીૐર્ં બી. જીવને સ્પષ્ટ કર્યું છે કે, ન તો મુરઘાને અરેસ્ટ કર્યો છે ન તો તેને ડિટેઇન કરાયો છે. જાેકે પોલીસ મુરઘાને કોર્ટમાં રજૂ કરશે. જજના નિર્દેશ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.