અમદાવાદ, આજે પરીક્ષા દરમિયાન રખિયાલમાં આવેલી સી.એલ સ્કુલમાં ધોરણ ૧૨ કોમર્સના વિદ્યાર્થીઓને ચાલુ પરીક્ષાએ હાર્ટ એટેક આવ્યો હતો. જેના પગલે સરસપુરની શારદાબેન હોસ્પિટલ ખાતે તત્કાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. વિદ્યાર્થી એકાઉન્ટનું પેપર લખી રહ્યો હતો ત્યારે તેને હાર્ટ એટેક આવ્યો હતો. જ્યાં તેને વેન્ટીલેટર પર રખાયો હતો. જાે કે તેને બચાવવામાં સફળતા મળી નહોતી. એટેકનાં કારણે તેનું મોત નિપજ્યું હતું.

ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા આજથી શરૂ થઈ રહી છે, જેમાં ધોરણ ૧૦ના ૯.૬૪ લાખ વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યા છે. આજે ભાષાનું પ્રથમ પેપર સરળ રહેતાં વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જાેવા મળી હતી. પેપર પૂર્ણ થતાં સ્કૂલની બહાર પોતાના સંતાનને લેવા આવેલા વાલીઓનો જમાવડો જાેવા મળ્યો હતો. એકંદરે આજે પ્રથમ પેપર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું. પોલીસે રાજ્યમાં પ્રથમ વખત વિદ્યાર્થીઓના હિતમાં એક ર્નિણય લીધો છે. અમદાવાદમાં પરીક્ષાના ખોટા કેન્દ્ર પર પહોંચેલી વિદ્યાર્થિનીને પોલીસે સાચા કેન્દ્ર પર પહોંચાડી એને પેપર આપવાથી વંચિત રહેતાં ઉગારી લીધી હતી.પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય કોન્સ્ટેબલોની મદદથી એક વિદ્યાર્થિની પેપરથી વંચિત રહેતાં બચાવી લીધી છે.

શાળાઓમાં ૩૫ દિવસનું ઉનાળુ વેકેશન જાહેર

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ૩૫ દિવસના વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા આજે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા શાળાકીય કેલેન્ડરમાં દર્શાવેલી તરખ મુજબ ઉનાળુ અને દિવાળી વેકેશન રાખવામાં આવે છે. જે મુજબ રાજ્યની પ્રાથમિક શાળાઓ, સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, સ્વ ર્નિભર પીટીસી કોલેજાેમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં ૩૫ દિવસનું ઉનાળુ વેકેશન નિયત કરવામાં આવ્યું છે. આ ઉનાળુ વેકેશનનો સમય આગામી તા. ૦૯-૦૫-૨૦૨૨થી તા. ૧૨-૦૬-૨૦૨૨ સુધીનું એટલે કે ૩૫ દિવસનું આ ઉનાળુ વેકેશન રહેશે. જયારે આગામી તા. ૧૩-૦૬-૨૦૨૨થી શાળાઓ રાબેતા મુજબ શરુ થશે તેમ પણ પરિપત્રમાં જણાવાયું છે.