વડોદરા, તા. ૨૮
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધો. ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાનો તાજેતરમાં જ પૂર્ણ થઇ છે. જેના પ્રશ્નપત્રોની ચકાસણી પણ શરૂ થઇ ગઈ છે. ત્યારે ધો. ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓને પરિણામ આવે તે પહેલા જ ત્રણ માર્કની લ્હાણી કરાવમાં આવી છે. જાેકે, ગુજરાતી અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓને બે માર્ક જયારે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને ત્રણ માર્ક આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કેમેસ્ટ્રી અને ફિઝિક્સના પ્રશ્નપત્રમાં ભૂલના પગલે શિક્ષણ બોર્ડ દ્વારા આ ર્નિણય લેવાયો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૧૧ માર્ચથી ધો. ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ કરાયો હતો. જે તા. ૨૨મી માર્ચના રોજ પૂર્ણ થઇ હતી. જે બાદ પેપર ચકાસવાની કામગીરી પણ શરૂ થઇ ગઈ છે. ત્યારે બોર્ડ દ્વારા ધોરણ-૧૨ સાયન્સમાં ગણિત, કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી વિષયની ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમના તજજ્ઞો પાસે પ્રોવિઝનલ આન્સર કી તૈયાર કરાવાઈ હતી. જે આન્સર કી બોર્ડ દ્વારા વેબસાઈટ પર જાહેર કરાઈ હતી. જે આન્સર કીને લગતી રજૂઆત કરવા બોર્ડ દ્વારા તા. ૩૦મી માર્ચ સુધી સમય આપવામાં આવ્યો હતો. કોઈ પણ વ્યક્તિ પ્રશ્ન દીઠ રૂ. ૫૦૦ ફી ભરી ઇમેઇલ મારફતે રજૂઆત કરી શકશે.
જે દરમિયાન ધોરણ-૧૨ સાયન્સમાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં ગણિત વિષયમાં કોઈ પણ પ્રશ્નમાં ભૂલ ન હોવાનું સામે આવ્યું છે. જયારે ગુજરાતી અને હિન્દી માધ્યમમાં કેમેસ્ટ્રી વિષયમાં બે પ્રશ્નમાં એકને બદલે બે વિકલ્પ સાચા હોવાનું સામે આવ્યું હતું. જેથી બે પૈકી ગમે તે વિકલ્પ પસંદ કરનાર વિદ્યાર્થીને માર્ક આપવા ર્નિણય લેવાયો છે. જયારે એક પ્રશ્નમાં ભૂલ સામે આવતા તમામ વિદ્યાર્થીઓને એક માર્ક આપવા ર્નિણય લેવાયો છે. તો બીજી તરફ અંગ્રેજી માધ્યમમાં બે પ્રશ્નોમાં એકને બદલે બે વિકલ્પ સાચા હોવાનું સામે આવતા બન્ને પૈકી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરનાર વિદ્યાર્થીને માર્ક આપવા ર્નિણય લેવામાં આવ્યો છે. જયારે બે પ્રશ્નમાં ભૂલ હોવાથી વિદ્યાર્થીઓને બે માર્ક આપવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.
ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં ફિઝિક્સ વિષયમાં એક પ્રશ્નમાં ભૂલ સામે આવતા વિદ્યાર્થીઓને એક માર્ક આપવાનો ર્નિણય લેવાયો છે. જયારે ગુજરાતી અને હિન્દી માધ્યમમાં બાયોલોજી વિષયમાં એક પ્રશ્નમાં બે વિકલ્પ સાચા હોવાથી તે પૈકી એક વિકલ્પ પસંદ કરનારને માર્ક આપવા ર્નિણય લેવામાં આવ્યો છે. જયારે અંગ્રેજી માધ્યમમાં પણ એક પ્રશ્નના બે વિકલ્પ સાચા હોવાનું સામે આવ્યું હતું. જેમાં પણ બે સાચા વિકલ્પ પૈકી કોઈ પણ એક પસંદ કરનારને માર્ક આપવા ર્નિણય લેવાયો છે.