મહેસાણા-

મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક માસથી નાના બાળકોને લલચાવી ફોસલાવીને અપહરણ કરી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં જિલ્લાના કેટલાક વિસ્તારોમાંમાંથી કિશોરો અને કિશોરીઓને પોલીસને શોધવામાં સફળતા મળી છે.જિલ્લામાં અવારનવાર નાની કિશોરીઓને લગ્નની લાલચ આપી ભગાડી જવાની પણ ઘટનાઓ પ્રકાસમાં આવતી હોય છે. ત્યારે એવી કિશોરીઓને પણ મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા શોધી કાઢવામાં સફળતા મળી છે.

મહેસાણા જિલ્લાના અલગ અલગ તાલુકામાં પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી અપહરણ અને ગુમ થયાની ફરિયાદો નોંધતી હોય છે જેમાં પોલીસ દ્વારા આવા મિસિંગ બાળકોને શોધી કાઢવામાં મોટી સફળતા મળી છે. જેમાં મહેસાણા જિલ્લા પોલીસ અને હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા જિલ્લામાંથી ૬ મહિનામાં ૬૫ જેટલા બાળકો શોધી કાઢ્યા હતા.પોલીસે છેલ્લા ૬ મહિનામાં ૦થી ૧૪ વર્ષના કુલ ૭ બાળકો અને ૧૫થી ૧૮ વર્ષના કુલ ૫૮ કિશોર અને કિશોરીઓને શોધી કુલ ૬૫ જેટલા જિલ્લામાંથી ગુમ થયેલા બાળકોને શોધી કાઢવામાં સફળતા મળી છે. તેમજ આગામી દિવસોમાં પણ વધુ બાળકો શોધી કાઢવા જિલ્લા પોલીસ વડા દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.