વડોદરા, તા.૬ 

વડોદરામાં કોરોના સંક્રમિત દર્દીઓના મોતનો આંક ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ક્યારેક દર્દીનું અચાનક મોત થયા છે ત્યારે પરિવારજનો દ્વારા હોસ્પિટલ અને તબિબોની નિષ્કાળજી જવાબદાર ખામી રોષનો ટોપલો તેમના ઉપર ઢોળી હોબાળો મચાવે છે ત્યારે કોરોનામાં દર્દીનું અચાનક મોત થવા અંગે ગોત્રી કોવિડ હોસ્પિટલના નોડલ અધિકારી ડો.શિતલ મિસ્ત્રી સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, કોરોનાના દર્દીઓ સારવાર દરમિયાન અચાનક મોતને ભેટવાના કારણ ‘સાયલન્ટ હાઇપોકિસયા’ અને ફલમીનન્ટ માયોકાર્ડઇટીસ’ના કારણે મોત થયા હોવાનું ધ્યાને આવ્યું છે.

ડો.મિસ્ત્રીએ વધુ જણાવ્યું હતું કે, સાયલન્ટ હાઇપોકીસયા એટલે સામાન્ય રીતે દર્દીના શરીરમા ઓક્સીજનનું પ્રમાણ ઘટે તો દર્દી રેસ્ટલેશ થઇ જાય છે અને શ્વાસ ચડવા માંડે છે પરંતુ કોરોનના દર્દીઓમાં ઓક્સીજન ઘટી ગયું હોવા છતાં કોઇ સીમ્પટમ્સ ચિન્હો દેખાતા નથી અને દર્દી સામાન્ય લાગે છે. બીજુ કે હૃદયની પંમ્પીંગ કેવિ સ્થિતિમાં ઘટાડો થાય અને ધબકારાની રીધમ અનિયમિત થાય તેને ફલમિનન્ટ માયોકાર્ડઇટીસ કહેવાય છે. દર્દીને કોરોના વાઇરસનો ચેપ હૃદયના સ્નાયુંઓ ઉપર લાગવાથી હૃદયના પમ્પીં કેપેસિટીમાં ઘટાડો થાય છે અને હૃદયના ધબકારાની રીધમ અનિયમિત થઇ જાય છે. આ સ્થિતિમાં પણ દર્દીનું મોત થયા છે. તદ ઉપરાંત કોરોનાના દર્દીઓમાં ફેફસાના લોહીની નસો તથા હૃદય અને મગજની લોહીની નસોમાં લોહી જામવાની પ્રક્રિયા ત્રીવબને છે તેનાથી હાર્ટ એટેક બ્રેન સ્ટોક આવવાની શક્યતા વધી જાય છે. જેથી દર્દી મૃત્યું પામે છે તેમ ડો.શિતલ મિસ્ત્રીએ જણાવ્યું છે.

કારેલીબાગની એસબીઆઇ બેંકનો કર્મચારી કોરોના પોઝિટિવ

વડોદરાના કારેલીબાગ વિસ્તારની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બ્રાંચમાં કોરોના પોઝિટિવ આવતા અન્ય બેંક કર્મચારીઓમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. અને સાથી કર્મચારીઓ દ્વારા કોરોના ટેસ્ટ કરાવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. બેંક સત્તાવાળાઓ દ્વારા સલામતીના ભાગરૂપે બેંક આજે બંધ રાખવામાં આવી હતી. અને બેંકમાં સેનેટાઇઝની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

કોરોનાથી અત્યાર સુધી ૧૦૧ દર્દીઓના મોત

વડોદરા શહેરમાં આક્રમક બનેલા જીવલેણ કોરોનાએ વિતેલા છ મહિનામાં હાહાકાર મચાવી સંખ્યાબંધ નિર્દોષ લોકોને તેના સપાટામાં લઇને ૧૦૧ દર્દીઓ મોતના મુખમાં ધકેલી સદી ફટકારી હતી. ડેથ ઓડિટ કમિટીએ આજે વધુ બે દર્દીઓને કોરોનામાં મૃત્યું થયાને સમર્થન આપતાં કોરોનામાં દર્દીઓનો મૃત્યું આંક ૧૦૧ ઉપર પહોંચ્યો હતો. હજુ પણ મૃત્યું આંક વધવાની શક્યતા સેવાય રહી છે.

જી.એસ.એફ.સી.માં વધુ બે કર્મચારી કોરોના સંક્રમિત બન્યા

જી.એસ.એફ.સી કંપનીના કર્મચારીઓને કોરોના ગ્રહણ લાગતાં આજે વધુ બે કર્મચારીઓને કોરોના પોઝિટિવ રીપોર્ટ આવ્યા હતાં. આ સાથે કર્મચારીઓની સંખ્યા ૫૩ થઇ હતી. આજે કોરોના સંક્રમિત બનેલા બેગીગ ડિપાર્ટમેન્ટના ૫૫ વર્ષિય આધેડ તથા યુરીયા પ્લાન્ટના ૫૮ વર્ષિય કર્મચારીનો સમાવેશ થયો હતો.