પાટણ-

દેશ અને રાજ્ય માં અગાઉ થી જ બેરોજગારી નો પ્રશ્ન વિકટ હતો એમાંય કોરોના અને લોકડાઉન માં બેકારી વધતા હવે યુવાનો માં નિરાશા ફરી વળી છે અને આવા સમયે બેરોજગારીએ એક યુવકનાવ જીવનનો ભોગ લીધો હોવાની હકીકત સામે આવી છે. પાટણના સિદ્વપુરમાં બેરોજગારીથી કંટાળી ચિરાગ વાઘેલા નામના એન્જિનિયર યુવકે આપઘાત કરી લેતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા બાદ નોકરી ન મળતા તે હતાશ રહેતો હતો અને હતાશામાં ચિરાગે આપઘાતનું અંતિમ પગલું ભરી લેતા મૃતક ના પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે.

હાલ ની સ્થિતિ એવી છેકે શિક્ષણ એક વેપાર બની ગયું છે અને શાળાઓ માં મોંઘી ફી લેવામાં આવે છે છતાંપણ મોંઘું ટ્યૂશન રાખવુ પડે છે અને આવા માતાપિતા પેટે પાટા બાંધીને દેવું કરીને જમીન વેચી જ્યારે ડીગ્રી મળે ત્યારે નોકરીઓ નહિ મળતા કેટલાય યુવાનો નિરાશા ની ગર્તા માં ધકેલાઈ જતા હોય છે ત્યારે સરકારે વેપાર બનેલા શિક્ષણ ને લઈ કાયદા બનાવવા આવશ્યક બન્યા છે જેનાથી નોકરી ન મળે તો પણ પરિવારો આર્થિક રીતે પોતાની મૂડી બચાવી શકે જોકે, યુવાનો એ ધીરજ રાખી દરેક મુસીબત માં પણ અન્ય વિકલ્પ વિચારવા નો સમય છે અને નબળા વિચારો માંથી મુક્ત થવા યોગા વગરે તરફ વળવા જાણકારો જણાવી રહ્યા છે