ગોધરા : ગોધરાના સુનીલ ડબગર ખરા અર્થમાં કોરોના વોરિયસ બન્યો છે, જે દર્દીઓ કોરોનાને મહાત આપી સકુશળ બહાર આવ્યા હોય એવા દર્દીઓના શરીરમાં કોરોના સામે લડવા રોગપ્રતિકારક શક્તિ વધારે હોય છે એવા દર્દીઓના બ્લડમાંથી પ્લાઝમા છૂટું પાડી તેને કોરોનાગ્રસ્ત દર્દીને ચઢાવી દર્દીને સાજા કરવા અંગે રાજ્ય સરકારે તબીબોની મદદથી એક પ્રયોગ હાથ ધર્યો હતો.  

ગઈકાલે પંચમહાલ જિલ્લાના ગોધરાના પ્રથમ પ્લાઝમા ડોનર તરીકે સુનીલ ડબગર નામ સામે આવ્યું છે. આ અંગે સુનીલ ડબગર એ જણાવ્યું કે, ગઈકાલે એક કોરોનાગ્રસ્ત મહિલા ની હાલત ગંભીર હોવાથી તેને બ્લડ ની જરૂર પડી હતી જેથી વડોદરા ખાતે આવેલ ઈન્દુ બ્લડ બેંક માં પ્લાઝમા ડોનર કર્યા હતા અને ૪૫ મિનિટની પ્રોસેસમાં ૩૦૦ મિલિ લોહી લેવાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાને હાર આપનારના પ્લાઝમા કોરોનાગ્રસ્ત દર્દીઓને આપવાથી તેઓ સાજા થઇ રહ્યા છે. દર્દીઓની મદદ કરવા માટે લોકો ખડેપગે છે.